ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી કોરોનાના ફક્ત 40 હજાર એક્ટિવ કેસ રહી જશે : સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી કોરોનાના ફક્ત 40 હજાર એક્ટિવ કેસ રહી જશે : સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ વાત ઘણા મોટા વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે કહી છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Union Health Minister)ડૉ. હર્ષવર્ધને (Dr. Harsh Vardhan)કહ્યું કે આગામી વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં ભારતમાં કોરોના વાયરસના (Coronavirus)એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ફક્ત 40 હજાર રહી જશે. તેમણે આ વાત ઘણા મોટા વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે કહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વિજ્ઞાન અને પ્રોદ્યોગિત મંત્રાલયે દુનિયાના ઘણા વૈજ્ઞાનિકોની મદદથી ભવિષ્યમાં કોરોનાના કેસોનું આકલન મોડલ તૈયાર કરાવ્યું છે. વૈજ્ઞાનિકોની ટેકનિકના આધારે રિસર્ચમાં સામે આવ્યું છે કે દેશમાં આગામી ત્રણ ચાર મહિનામાં કોરાનાના મામલા ઓછા થઈ જશે. ફેબ્રુઆરી 2021 સુધી દેશમાં ફક્ત 40 હજાર એક્ટિવ કેસ રહેશે.

  સ્વાસ્થ્ય મંત્રીએ વેક્સીનને લઈને કહ્યું કે વેક્સિનેશન, સ્ટાફની ટ્રેનિંગ અને અન્ય વાતોને લઈને સમય આવવા પર રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે. અમારો વિશ્વાસ છે કે દેશમાં હવે કોરોનાના કેસ વધવા દેવાના નથી. આપણે સતત ઘટતા કેસોને જોઈ પણ રહ્યા છીએ.

  આ પણ વાંચો - સુરતમાં હવે પતરાં અને મંડપ કૌભાંડ આવ્યું સામે, માત્ર સેન્ટ્રલ ઝોનમાં 24 લાખથી વધુનો ખર્ચ

  આ પહેલા નીતિ આયોગના સભ્ય વીકે પોલે ઠંડીની સિઝનમાં સંક્રમણની બીજી લહેરની આશંકાથી ઇન્કાર કર્યો નથી. જોકે તેમનું એ પણ કહેવું છે કે જો બચાવની ગાઇડલાઇનને અપનાવવામાં આવી તો ફેબ્રુઆરી 2021 સુધી દેશમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી શકે છે.

  હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન અને તેના ડિલિવરી સિસ્ટમને લઈને સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ ડિટેલમાં જાણકારી આપી હતી. ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં વેક્સીન આવે તેવી સંભાવના છે.
  Published by:Ashish Goyal
  First published: