લંડન : બ્રિટન (Britain)માં હાલના દિવસોમાં કોરોના વાયરસ (Coronavirus) સિવાય એક છોડના કારણે ઘણો ડર છે. તેને બ્રિટનમાં સૌથી ખતરનાર છોડ માનવામાં આવે છે. તેને અડવાથી આખા શરીરમાં એવા ઘાવ થઈ જાય છે જેવા સળગ્યા પછી થાય છે. આ છોડ સાથે વધારે સંપર્કમાં આવવાથી માણસના આંખની રોશની પણ ચાલી જાય છે. આ છોડ હંમેશા ગરમીઓમાં બ્રિટનનાં ઘણા ભાગમાં જોવા મળે છે. લોકડાઉનના કારણે આ વર્ષે ઘણી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
આ છોડને જોઇન્ટ હોગવીડ (હેરાક્લેમ મેંટેગેજિયમ)ના નામથી ઓળખવામાં આવે છે. આ જોવામાં નાના-નાના સફેદ ફૂલો વાળા સામાન્ય છોડ જેવો લાગે છે પણ તેને અડવું ઘણું ઘાતક સાબિત થઈ શકે છે. ડેલી મેઈલમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક મહિનામાં બાળકો અને મોટા ભૂલથી આ છોડને અડ્યા હોય તેવા સેંકડો મામલા સામે આવ્યા છે. આ છોડ જોવામાં સુંદર લાગે છે અને તેના નાના-નાના સફેદ ફૂલ છત્રીની જેમ દેખાય છે. જેથી ફૂલો માટે લોકો તેને અડે છે.
આ પણ વાંચો - જનતાને નવો ટાસ્ક કે લૉકડાઉન 4.0? આજે રાત્રે સંબોધનમાં શું કહેશે પીએમ મોદી!

રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક મહિનામાં બાળકો અને મોટા ભૂલથી આ છોડને અડ્યા હોય તેવા સેંકડો મામલા સામે આવ્યા છે
બ્રિટનમાં થતા બધા છોડમાંથી આને સૌથી ખતરનાક માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ફક્ત અડવાથી ઝેર તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને તેના પરિણામ ઘાતક થઈ શકે છે. આ છોડમાં ઘણા જાનલેવા કેમિકલ મળી આવી છે જેમાં ફોટોસિંસિટીસિંગ ફૌરનાન્કોમેરિયન પ્રમુખ છે. આ માણસના શરીરના સંપર્કમાં આવતા જ ચામડીને સળગાવી દે છે અને આખા શરીરમાં ફોલ્લા પડી જાય છે.
આ સ્કિનની એ કોશિકાઓને નુકસાન પહોંચાડે છે જે ત્વચાને સુરજની રોશનીથી બચાવે છે. જો આ છોડનું ફૂલ કે કોઈપણ ભાગ આંખમાં ચાલ્યો જાય તો માણસ આંધળો પણ થઈ શકે છે.