Home /News /national-international /ટ્રામને 150 વર્ષ થવા જઈ રહ્યા છે, આ સફરમાં આવ્યા અનેક ચઢાવ-ઉતાર, જાણો સંપૂર્ણ ઈતિહાસ
ટ્રામને 150 વર્ષ થવા જઈ રહ્યા છે, આ સફરમાં આવ્યા અનેક ચઢાવ-ઉતાર, જાણો સંપૂર્ણ ઈતિહાસ
ટ્રામને 150 વર્ષ
24 ફેબ્રુઆરીએ કોલકાતામાં ટ્રામ સેવાના લગભગ 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે, CPM એક આંદોલન શરૂ કરશે, જેમાં શહેરમાં ટ્રામ સેવા પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવશે. CPM એ કોલકાતા ટ્રામ સેવાઓના સ્થાપના દિવસ 24 ફેબ્રુઆરીથી કોલકાતાના વિવિધ ટ્રામ ડેપો પર વિરોધ કરવાની યોજના બનાવી છે.
કોલકાતા: CPM એ 24 ફેબ્રુઆરીના રોજ કોલકાતામાં લગભગ 150 વર્ષ પૂર્ણ થનારી ટ્રામ સેવાના સ્થાપના દિવસ પર એક આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, CPM કોલકાતાના જિલ્લા સચિવ કલ્લોલ મજુમદારના જણાવ્યા અનુસાર, કોલકાતામાં ટ્રામ સેવાઓ વધારવી જોઈએ. આ સાથે તેમણે માંગ કરી હતી કે, ટ્રામની સ્પીડ પણ વધારવી જોઈએ. વિશ્વભરની ટ્રામ સેવાઓમાં ધરખમ પરિવર્તન આવ્યું છે અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. આથી, કોલકાતા ટ્રામને પણ આધુનિક બનાવવી જોઈએ.
CPM એ કોલકાતા ટ્રામ સેવાઓના સ્થાપના દિવસ 24 ફેબ્રુઆરીથી કોલકાતાના વિવિધ ટ્રામ ડેપો પર વિરોધ કરવાની યોજના બનાવી છે. કોલકાતા ટ્રામના કસ્ટોડિયન WBTC આ બાબતને લઈને આ પ્રદર્શનથી ચિંતિત છે. ખિદિરપુર અને એસ્પ્લેનેડ વચ્ચે નિયમિત ટ્રામ સેવાઓ ફરી શરૂ કરવાના વિકલ્પોની પણ શોધ કરી રહ્યાં છીએ. જણાવી દઈએ કે, WBTC પ્રમુખ મદન મિત્રા પહેલેથી જ નિરીક્ષણ કરી ચૂક્યા છે અને તેમનો રિપોર્ટ સબમિટ કરી ચૂક્યા છે. જોકે ટ્રામ સ્પીડમાં વધારો ઘણા મુદ્દાઓને લઈને આધીન છે અને WBTC તેના પર કંઈ કહી રહ્યું નથી.
ટ્રામને 150 વર્ષ
ક્યારે શરૂ થઈ ટ્રામ સેવા?
રસપ્રદ વાત એ છે કે, લગભગ 150 વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરી 1873ના રોજ ભારતમાં ઘોડા દ્વારા ખેચવામાં આવનારી પ્રથમ ટ્રામ સિયાલદાહથી આર્મેનિયન ઘાટ સ્ટ્રીટ વચ્ચે 3.9 કિમી ચાલી હતી. પરંતુ તે જ વર્ષે 20 નવેમ્બર 1873ના રોજ આ ટ્રામ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કોલકાતા ટ્રામવે કંપનીની રચના થઈ અને 22 ડિસેમ્બર 1880ના રોજ તેની લંડનમાં નોંધણી થઈ હતી. બોબબજાર સ્ટ્રીટ, ડેલહાઉસી સ્ક્વેર અને સ્ટ્રાન્ડ રોડ થઈને સિયાલદાહથી આર્મેનિયન ઘાટ સુધી મીટર-ગેજ ઘોડાથી લઈ જનારી ટ્રામ ટ્રેક નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ માર્ગનું ઉદ્ઘાટન 1 નવેમ્બર 1880ના રોજ વાઈસરોય લોર્ડ રિપન દ્વારા કરવામાં આવ્યું હતું.
1873 - મીટરગેજ તરીકે હોર્સ ટ્રામનું ઉદ્ઘાટન થયું અને તે જ વર્ષે ટ્રામ સેવા પણ બંધ કરવામાં આવી
1880 - કાયમી સિસ્ટમ તરીકે ઘોડાની ટ્રામ ફરી ખોલવામાં આવી અને કોલકાતા ટ્રામવેઝ કંપનીની સ્થાપના થઈ
1883-1902 — સ્ટીમ ટ્રામનો યુગ
1882 - વર્ષ 1882 માં ટ્રામ કારને લાવવા માટે સ્ટીમ એન્જિનોને પ્રાયોગિક રીતે તૈનાત કરવામાં આવ્યા હતા. પછીના વર્ષે ખિદિરપુર તરફ સ્ટીમ ટ્રામ સેવા માટે નવો માર્ગ ખોલવામાં આવ્યો
1902-1951 - ઇલેક્ટ્રિક ટ્રામનો યુગ
ટ્રામને 150 વર્ષ
1900 - 1900 માં ટ્રામવેનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું અને તેના ટ્રેક ગેજને 4 ફૂટ 8+1/2 ઇંચ (1,435 મીમી) માં બદલવામાં આવ્યો હતો. કોલકાતામાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામકાર 27 માર્ચ 1902ના રોજ એસ્પ્લેનેડથી કિદિરપુર સુધી દોડી હતી. એસ્પ્લેનેડથી કાલીઘાટ સુધીની સેવાની સાથે એ જ વર્ષે 14મી જૂને શરૂ કરવામાં આવી હતી. કાલીઘાટ અને ખિદીરપુર બંને ટ્રામ ડેપોને ઇલેક્ટ્રિક ટ્રામ ડેપોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. બાદમાં તમામ ટ્રામને ઇલેક્ટ્રિક કારમાં ફેરવવામાં આવી હતી.
જણાવી દઈએ કે, ભારતમાં ટ્રામ નેટવર્કનો ઘટાડો ત્રીસના દાયકાની શરૂઆતમાં શરૂ થયો હતો, જ્યારે કાનપુર ટ્રામ બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત, અન્ય શહેરોમાં ટ્રામ ચાલુ હોવા છતાં, પચાસના દાયકાના મધ્યથી સાઠના દાયકાના મધ્યમાં મોટા પાયે ટ્રામ સેવા બંધ થવાનું શરૂ થયું હતુ. જ્યારે ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈના ટ્રામ નેટવર્ક ધીમે ધીમે બંધ થઈ ગયા હતા. બાદમાં, કોલકાતા અને તેના પડોશી શહેર હાવડામાં પણ ટ્રામ બંધ થવા લાગી હતી. સૌથી પહેલા હાવડાથી બંધની શરૂઆત થઈ હતી. બાદમાં પ્રતિકાત્મક હાવડા બ્રિજ પરની ટ્રામ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. કોલકાતામાં તમામ ટ્રામ સેવાઓ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોલકાતા ટ્રામમાં પણ ઘણા ઉતાર-ચઢાવ
જો કે, કોલકાતામાં ટ્રામ સેવા ટકી રહી હતી, જેને મુખ્યત્વે તત્કાલિન પરિવહન મંત્રી રબીન મુખર્જીએ ટેકો આપ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો થવાને કારણે પણ ઓટોમોબાઈલ મોંઘા થઈ ગયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક શહેરોએ આ આર્થિક કારણોસર ટ્રામ પરત કરવાનું શરૂ કર્યું છે.
જણાવી દઈએ કે, મોટા ભાગની લાઇનો બંધ થયાના એક દાયકા પછી સરકાર દ્વારા કેટલાક નવા રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. તત્કાલિન પરિવહન મંત્રી રબીન મુખર્જીએ કેટલીક નવી લાઇન અને કનેક્ટિંગ લાઇનનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેથી કેટલીક નવી લાઇન બનાવવામાં આવી હતી, પરંતુ શ્યામલ ચક્રવર્તીએ નવા પરિવહન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શહેરમાં ટ્રામ સેવાઓ ફરી ઘટવા લાગી હતી.
કોલકાતામાં ટ્રામએ સમયાંતરે સંપૂર્ણ બંધ સહિત ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ ચમત્કારિક રીતે સેવા આપવામાં આવે છે. હાલમાં, 6 ઓપરેશનલ લાઇન છે, જેમાંથી માત્ર 2 જ નિયમિત ચાલે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર