Home /News /national-international /આખી દુનિયામાં ધુમ મચાવ્યા બાદ ભારતમાં રિલીઝ થશે આ પાકિસ્તાની ફિલ્મ, કમાણીમાં KGFનો રેકોર્ડ તોડ્યો
આખી દુનિયામાં ધુમ મચાવ્યા બાદ ભારતમાં રિલીઝ થશે આ પાકિસ્તાની ફિલ્મ, કમાણીમાં KGFનો રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
Pakistani Film: પાકિસ્તાની ફિલ્મ 'ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ' 13 ઓક્ટોબરે પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો થયો હતો અને ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.
મુંબઈ: પાકિસ્તાની ફિલ્મ 'ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ' 13 ઓક્ટોબરે પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો થયો હતો અને ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. ફવાદ ખાન અને માહિરા ખાન અભિનીત આ ફિલ્મને પાકિસ્તાન તેમજ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને જબરજસ્ત કમાણી કરીને પાકિસ્તાની સિનેમા માટે માઈલસ્ટોન સાબિત થઈ હતી.
પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
મળતી વિગતો પ્રમાણે અત્યાર સુધી આ ફિલ્મ પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 'ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ'એ પાકિસ્તાનમાં 200 કરોડ પાકિસ્તાની રૂપિયાની કમાણી કરી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થવાની છે. બોલિવૂડ હંગામાએ તેના સૂત્રો દ્વારા જણાવ્યું છે કે 'ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં 23 ડિસેમ્બરે રિલીઝ થવાની ચર્ચા થઈ રહી છે. જો બધું બરાબર રહેશે તો આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થશે.
પાકિસ્તાની નિર્દેશક બિલાલ લશરીની આ ફિલ્મે દુનિયાભરમાં ઘણી કમાણી કરી લીધી છે. વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરવામાં આવે તો 'ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ'એ ઘણું નામ કમાવ્યું છે. UK બોક્સ ઓફિસ પર ભારતની બે મોટી ફિલ્મો RRR અને KGF 2ને પાછળ છોડી જોરદાર કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે વાત કરીએ તો આ ફિલ્મ ભારતમાં 23 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. બિલાલ લશરીની આ ફિલ્મે અત્યાર સુધીમાં 10 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ પાકિસ્તાની સિનેમા માટે માઈલસ્ટોન સાબિત થઈ છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 1979ની પંજાબી ભાષાની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'મૌલા જટ્ટ'ની રીમેક છે. આ ફિલ્મ યુનુસ મલિક દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ જ કહાણીને ફરીથી બનાવવામાં આવી છે. આ ફિલ્મે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વભરમાં ઘણી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ફિલ્મના લીડ રોલમાં ફવાદ ખાન અને માહિરા ખાન જોવા મળે છે. આ સાથે હુમામા મલિક, ગૌહર રાશિદ, ફરિશ સફી, અલી અઝમત, રાહિલા આગા, બાબર અલી સહિતના ઘણા મોટા કલાકારો પણ ફિલ્મમાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવતા જોવા મળે છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર