Home /News /national-international /પાકિસ્તાની ફિલ્મ 'The Legend Of Maula Jatt'ને લઈને ભારતમાં હંગામો, MNS નેતાએ આપી ધમકી
પાકિસ્તાની ફિલ્મ 'The Legend Of Maula Jatt'ને લઈને ભારતમાં હંગામો, MNS નેતાએ આપી ધમકી
The Legend Of Maula Jatt
Pakistani Film: ફવાદ ખાન અને માહિરા ખાનની પાકિસ્તાની ફિલ્મ 'The Legend Of Maula Jatt' ભારતમાં રિલીઝ થવાની વિચારણા ચાલી રહી છે. આ ફિલ્મને લઈને ભારતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.
નવી દિલ્હી: ફવાદ ખાન અને માહિરા ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'The Legend Of Maula Jatt'એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં તમામ પાકિસ્તાની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં 13 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. ભૂતકાળમાં આવેલા અનેક મીડિયા અહેવાલ પ્રમાણે હવે આ ફિલ્મને ભારતમાં પણ રિલીઝ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની ફિલ્મ 'The Legend Of Maula Jatt'ની ભારતમાં રિલીઝ કરવા મામલે દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અમેય ખોપકરે 'The Legend Of Maula Jatt' ભારતમાં રિલીઝ નહીં કરવાની ધમકી આપી છે.
અમેય ખોપકરે ટ્વિટર દ્વારા આ ફિલ્મની રિલીઝ પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટ્વિટમાં લખ્યું કે, ‘પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ 'The Legend Of Maula Jatt' ભારતમાં રિલીઝ કરવાની યોજના છે. સૌથી રોષની વાત તો એ છે કે એક ભારતીય કંપની આ યોજનાનું નેતૃત્વ કરી રહી છે. પરંતુ રાજ સાહેબના આદેશ મુજબ અમે આ ફિલ્મને ભારતમાં ક્યાંય પણ રિલીઝ થવા દઈશું નહીં.’
There are plans to release Pakistani actor Fawad Khan’s Pakistani film ‘ The Legend of Maula Jatt’ in India. It is most infuriating that an Indian company is leading this plan. Following Raj Saheb’s orders we will not let this film release anywhere in India.
આટલું જ નહીં અમેય ખોપકરે અન્ય એક ટ્વિટમાં ફવાદ ખાનના ભારતીય ચાહકોને દેશદ્રોહી કહ્યા છે. તેણે લખ્યું છે કે ‘ફવાદ ખાનના ચાહકો, દેશદ્રોહી પાકિસ્તાનમાં જઈને તેની ફિલ્મ જોઈ શકે છે.’
Fawad Khan’s fans, traitors may very well go to Pakistan and watch the film.
મળતી માહિતી પ્રમાણે 'The Legend Of Maula Jatt' પાકિસ્તાનમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મે વિદેશોમાં કમાણીના મામલામાં તમામ પાકિસ્તાની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ સાથે સાથે તે ફિલ્મે બોલિવૂડની ઘણી ફિલ્મોને પણ પછાડી દીધી છે. આ ફિલ્મ 200 કરોડની કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે પાકિસ્તાનમાં 80 કરોડની કમાણી કરી છે. જ્યારે વિદેશમાં આ ફિલ્મે 120 કરોડનું કલેક્શન કર્યું છે. 'The Legend Of Maula Jatt' ક્લાસિક ફિલ્મ 'મૌલા જટ્ટ'ની રિમેક છે. આ ફિલ્મ નૂરી નટ્ટ અને મૌલા જટ્ટ વચ્ચેની દુશ્મનાવટ પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ ડૉ. અસદ જમીલ ખાન અને અમ્મારા હિકમત દ્વારા કરવામાં આવ્યું છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર