મસૂદ અઝહરનો સંબંધી, જૈશનો IED એક્સપર્ટ ફૌજી ભાઈ એન્કાઉન્ટરમાં ઠાર, પુલવામાં હુમલામાં હતો હાથ

જૈશ-એ-મોહમ્મદનો બોમ્બ એક્સપર્ટ ફૌજી ભાઇ ઇલિયાસ અબ્દુલ રહમાન (Fauji Bhai Alias Abdul Rehman) પણ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો (તસવીર - PTI)

પુલવામાં (Pulwama)માં સુરક્ષાબળોએ એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કર્યા

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકીઓ સામે સુરક્ષાબળો (Security Forces)નું ઓપરેશન ખતમ થઈ ગયું છે. બુધવારે પુલવામાં (Pulwama)માં સુરક્ષાબળોએ એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જૈશ-એ-મોહમ્મદનો બોમ્બ એક્સપર્ટ ફૌજી ભાઇ ઇલિયાસ અબ્દુલ રહમાન (Fauji Bhai Alias Abdul Rehman) પણ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. અબ્દુલ રહમાન ઉર્ફે ફૌજી ભાઈ મસુદ અઝહરનો સંબંધી હતો. તે 2017થી દક્ષિણ કાશ્મીરમાં સક્રિય હતો. એકાઉન્ટર પછી પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

  જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે કંગન ગામમાં આતંકી છુપાયા હોવાની માહિતી પછી આ એન્કાઉન્ટર શરુ કરવામાં આવ્યું હતું. જવાનોએ આતંકીઓને હથિયાર હેઠા મુકી દેવા કહ્યું હતું પણ આતંકીઓએ ફાયરિંગ શરુ કરી દીધી હતી. જે પછી સુરક્ષાબળોએ પણ વળતો જવાબ આપ્યો હતો. અથડામણમાં માર્યા ગયેલા 2 આતંકવાદીઓની ઓળખ હજુ બાકી છે.

  આ પણ વાંચો - કોરોના વાયરસના કારણે પાકિસ્તાનના ક્રિકેટરનું મોત, પરિવારે ફટાફટ દફનવિધિ કરી નાખી


  પુલાવામાં ફરી એક વખત ધમાકાની પ્લાનિંગ કરનાર આતંકી ફૌજી ભાઈ ઇલિયાસને ઘણા નામોથી ઓળખવામાં આવતો હતો. તેની હાઇટ અંદાજિત સાડા છ ફૂટ બતાવવામાં આવતી હતી. તેથી તેને લંબૂ પણ કહેતા હતા. ફૌજી ભાઈને જાન્યુઆરીમાં કાશ્મીર ઘાટીમાં જૈશનો કમાન્ડર બનાવ્યો હતો.

  પુલવામાના રાજપોરા વિસ્તારમાં 27 મે ના રોજ કારમાં 45 કિલો IED પ્લાંટ કરવાના મામલામાં ફૌજી ભાઈનો હતો. સુરક્ષાબળોએ આ આતંકી ષડયંત્રને સમય રહેતા નિષ્ફળ બનાવ્યું હતું.
  Published by:Ashish Goyal
  First published: