Home /News /national-international /

RSS પથ સંચલન પર ફૂલ વરસાવનાર મુસ્લિમ ડોક્ટર વિરુદ્ધ ફતવો, મસ્જિદ જવા પર લગાવી રોક, કેસ નોંધાયો

RSS પથ સંચલન પર ફૂલ વરસાવનાર મુસ્લિમ ડોક્ટર વિરુદ્ધ ફતવો, મસ્જિદ જવા પર લગાવી રોક, કેસ નોંધાયો

RSS પથ સંચલન પર ફૂલ વરસાવનાર મુસ્લિમ ડોક્ટર વિરુદ્ધ ફતવો, મસ્જિદ જવા પર લગાવી રોક

Muslim Doctor Welcomed RSS Path Sanchalan : . RSSને આવકારનાર મુસ્લિમ ડોક્ટર નિઝામ ભારતી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. RSSના કાર્યક્રમમાં સામેલ થવા પર બહિષ્કાર કરવાની અને મસ્જિદમાં ન પ્રવેશવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ એક્શનમાં આવી હતી

વધુ જુઓ ...
    મુરાદાબાદ (Muradabad) ના મનાથેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં RSSના પથ સંચલન (RSS Path Sanchaln) નું સ્વાગત કરવું એક મુસ્લિમ ડૉક્ટર (Muslim Doctor Welcomed RSS Path Sanchalan) ને ભારે પડ્યું છે. RSSને આવકારનાર મુસ્લિમ ડોક્ટર નિઝામ ભારતી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. RSSના કાર્યક્રમમાં સામેલ થવા પર બહિષ્કાર કરવાની અને મસ્જિદમાં ન પ્રવેશવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપી સામે ગુનો નોંધી તેને કસ્ટડીમાં લીધો હતો.

    મળતી માહિતી મુજબ, મનાથેર પોલીસ સ્ટેશન વિસ્તારના મહમુદપુર માફી ગામમાં 2 એપ્રિલે પથ સંચલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના ડો.નિઝામ ભારતીએ તેમના મિત્રો સાથે રોડ શોમાં સહયોગ આપતાં સ્વાગત કર્યું અને પુષ્પવર્ષા કરી.

    આ પણ વાંચો: Maharashtra : Raj Thakrey ને ફટકો! 'મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ થાય' ના નિવેદન બાદ MNSના ઘણા મુસ્લિમ પદાધિકારીઓએ પાર્ટી છોડી

    આનાથી કેટલાક મુસ્લિમો ગુસ્સે થયા અને ડો. નિઝામ ભારતી સામે તેમને મસ્જિદોમાં પ્રવેશ ન આપવા તેમજ શહેરમાંથી તેમના પર પ્રતિબંધ મૂકવા માટે ફતવો બહાર પાડવામાં આવ્યો.

    ડો.નિઝામ ભારતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ગામના રહેવાસી ઈમરાન વારસીએ આ મામલામાં ડૉક્ટર નિઝામ ભારતીને મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. આરોપી અને તેના સાથીઓએ ડોક્ટરને ગામની બહાર ફેંકી દેવાની અને મસ્જિદમાં ન જવાની ધમકી આપી હતી.

    આ પણ વાંચો: ભારત સરકારની 18 YouTube અને 4 પાકિસ્તાની ચેનલો સામે મોટી કાર્યવાહી, રાષ્ટ્રવિરોધી સામગ્રી માટે બ્લોક

    પોલીસે ફતવો જારી કરનાર ઈમરાન વારસી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને કસ્ટડીમાં લીધો છે. એસએસપી બબલુ કુમારે જણાવ્યું કે મનાથેર પોલીસ સ્ટેશને આરોપી ઈમરાન સહિત અજાણ્યા લોકો વિરુદ્ધ રાજદ્રોહ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધીને ઈમરાનને કસ્ટડીમાં લીધો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: RSS

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन