ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરના નિર્માણ વિરુદ્ધ ફતવો, જાણો પાકિસ્તાનમાં કેવી હાલતમાં છે હિન્દુ મંદિરો

ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિરના નિર્માણ વિરુદ્ધ ફતવો, જાણો પાકિસ્તાનમાં કેવી હાલતમાં છે હિન્દુ મંદિરો
કરાચીનું મંદિર.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બની રહેલી શ્રીકૃષ્ણના મંદિર (Lord Krishna Temple) વિરુદ્ધ જામિયા અશર્ફિયા (Jamia Ashrafia) લાહોર તરફથી ફતવો જાહેર કરીને મંદિરનું કામ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ કોર્ટમાં પણ નિર્માણ કામ બંધ કરવાની અરજી કરવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી : ઇસ્લામાબાદ (Islamabad Hindu Temple)માં હિન્દુ કૃષ્ણ મંદિર બનાવવાને લઇને વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાનની જ એક મુસ્લિમ સંસ્થાએ મંદિરનું નિર્માણ રોકવા માટે ફતવો બહાર પાડ્યો છે તેમજ આ માટે કોર્ટનો સહારો પણ લીધો છે. એક જમાનો હતો જ્યારે પાકિસ્તાન (Pakistan)ના લાહોર, રાવલપિંડી જેવા શહેરોમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ અને શિખ મંદિરો (Hindu And Sikh Temples in Pakistan) હતા. જોકે, ભાગલા બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ હતી. જોકે, પાકિસ્તાનમાં આજે પણ ભગવાન કૃષ્ણના મંદિરો (Lord Krishan Temples in Pakistan)છે. જાણીએ આ મંદિરો કેવી સ્થિતિમાં છે અને ત્યાં કેવી રીતે પૂજા-પાઠ કરવામાં આવે છે.

  ઑલ પાકિસ્તાન હિન્દુ રાઇટ્સ કમિટીએ ગત દિવસોમાં અહીં મંદિરોનો સર્વે કર્યો હતો. જે બાદમાં સામે આવેલા એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં કુલ 428 હિન્દુ મંદિર બચ્યા છે, જેમાંથી 20 મંદિર યોગ્ય સ્થિતિમાં છે. અહીં પૂજા-પાઠ થાય છે.  ઇસ્લામાબાદ હિન્દુ મંદિર ભૂમિપૂજન.


  બાબરી મસ્જિદ ધ્વંસ વખતે પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં મંદિરોને નિશાન બનાવાયા હતા. આ વખતે આશરે 1,000 જેટલા મંદિરોને ખંડિત કરવામાં આવ્યા હતા. જ્યારે અમુક જૂના મંદિરો સમયની સાથે બિસ્માર હાલતમાં થઈ ગયા છે. એક ડઝનથી વધારે કૃષ્ણ મંદિર હજી સુધી બચી ગયા છે. જેમાંથી અમુક હાલ પણ સારી સ્થિતિમાં છે. જન્માષ્ટમી દરમિયાન અહીં ખૂબ હિલચાલ રહે છે. ગત થોડા વર્ષોમાં ઇસ્કૉન તરફથી પણ અહીં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

  આ પણ વાંચો : રાત અને દિવસનું મિલન થાય તે દ્રશ્ય તમે જોયું છે? ક્લિક કરો અને માણો સુંદર તસવીર

  રાવલપિંડીના કૃષ્ણ મંદિરની વાત કરવામાં આવે તે આ 121 વર્ષ જૂનું મંદિર છે. થોડા વર્ષોથી તે ખરાબ હાલતમાં છે. આશરે એક વર્ષ પહેલા પાકિસ્તાન સરકારે મંદિરના જીર્ણોદ્ધાર માટે બે કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

   

  અમુક મંદિરોમાં જ સવાર-સાંજ પૂજા

  કહેવામાં આવે છે કે પાકિસ્તાનમાં માત્ર ગણતરીના મંદિરોમાં જ સવાર અને સાંજ પૂજા થાય છે. જેમાં લોકો પણ ભાગ લે છે. જોકે, ઇસ્કોન તરફથી પાકિસ્તાનના ક્વેટામાં જ્યારથી બે કૃષ્ણ મંદિર બાંધવામાં આવ્યા છે ત્યારથી તેમાં લોકોની ભીડ જોવા મળે છે.

  રાવલપિંડીનું કૃષ્ણ મંદિર

  પાકિસ્તાનના ડૉન વર્તમાનપત્રના કહેવા પ્રમાણે, શરણાર્થી ટ્રસ્ટ સંપત્તિ બોર્ડ (ઈટીપીબી)નું કહેવું છે કે સરકાર તરફથી બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા બાદ રાવલપિંડી કૃષ્ણ મંદિરનું કામ બહુ ઝડપથી શરૂ થઈ જશે.

  આ પણ વાંચો : ચીનની 59 એપ્સ પર પ્રતિબંધને કેન્દ્રીય મંત્રીએ ગણાવી ડિજિટલ સ્ટ્રાઇક

   

  આ મંદિરનું નિર્માણ વર્ષ 1897માં સદરમાં કાંચ મલ અને ઉજાગર મલ રામ પાંચાલે કરાવ્યું હતું. ભાગલા વખતે થોડા વર્ષે સુધી મંદિર બંધ રહ્યું હતું. 1949માં તેને ફરીથી ખોલવામાં આવ્યું હતું. પહેલા અહીં રહેતા હિન્દુઓ તેની દેખરેખ રાખતા હતા. 1970માં ઈટીપીબીએ તેનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. 1980 સુધી ઇસ્લામાબાદમાં રહેતા ભારતીય રાજદૂત અહીં પૂજા કરવા માટે આવતા હતા.

  રાવલપિંડી મંદિર.


  લાહોરનું કૃષ્ણ મંદિર

  લાહોર અવિભાજિત ભારતમાં હિન્દુઓનું સૌથી મોટું શહેર હતું. અહીં અનેક મંદિર હતા. હવે અહીં ફક્ત 22ની આસપાસ મંદિર બચ્યા છે. જેમાંથી ફક્ત બે મંદિરમાં પૂજા થાય છે. જેમાં એક કૃષ્ણ અને બીજું વાલ્મીકિ મંદિર છે. દર જન્માષ્ટમએ મંદિરને શણગારવામાં આવે છે. અહીં રહેતા હિન્દુઓ તેમાં આવે છે. અયોધ્યામાં વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો ત્યારે આ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં સરકારે 1.2 કરોડ રૂપિયાને ખર્ચે તેનું સમારકામ કર્યું હતું.

  અબેટાબાદ અને હરિપુરમાં તૂટ્યા મંદિર

  પાકિસ્તાનમાં અબેટાબાદ અને હરીપુરમાં પણ પ્રાચીન કૃષ્ણ મંદિર છે પરંતુ તે તૂટેલી હાલતમાં છે. અહીં કોઈ પૂજા નથી થતી. અમરકોટમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે, અહીં એક કૃષ્ણ મંદિર છે. હિન્દુ વસ્તીવાળા થારપરકારમાં પણ એક હિન્દુ મંદિર છે. આ બંને મદિરમાં હિન્દુ શ્રદ્ધાળુ પૂજા કરે છે.  સિંધમાં સૌથી વધારે મંદિર

  પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ મંદિર બચ્યા હોય તો તે સિંધ પ્રાંત છે. અહીં તેની સંખ્યા 58 છે. જેમાંથી કરાચી શહેરમાં 28 મંદિર છે. પંરતુ તેમાંથી બહુ ઓછા મંદિરમાં પૂજા થાય છે. અન્ય મંદિરો ઘણા જૂના અને ખરાબ હાલતમાં છે.

  કરાચીમાં સ્વામિનારાયણ મંદિર છે. જેમાં કૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણદેવની મૂર્તિં છે. થોડા વર્ષે પહેલા ઇસ્કોને કરાચીના જીણા એરપોર્ટ નજીક રાધા ગોપીનાથ મંદિર બાંધ્યું છે. આ ખૂબ મોટું મંદિર છે. આ મંદિરમાં સતત ગતિવિધિ ચાલતી રહે છે.

  ક્વેટા મંદિર.


  ઇસ્કૉન મંદિર

  ક્વેટામાં પણ એક કૃષ્ણ મંદિર છે, જેને 2007ના વર્ષમાં પાકિસ્તાન સરકાર પાસેથી જમીન લઈને ઇસ્કૉન તરફથી બાંધવામાં આવ્યું હતું. અહીં સતત ગતિવિધિ ચાલતી રહે છે. તાજેતરમાં પાકિસ્તાન સરકારે પ્રવાસનનો વિકાસ કરવા માટે અહીંના પ્રાચીન હિન્દુ અને બૌદ્ધ મંદિરો પ્રત્યે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. પરંતુ એક વાત એ પણ છે કે પાકિસ્તાનમાં અવાનનવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે.
  Published by:News18 Gujarati
  First published:July 02, 2020, 16:41 pm

  ટૉપ ન્યૂઝ