શ્રીલંકા હુમલાના માસ્ટર માઇન્ડના પિતા અને બે ભાઈ એન્કાઉન્ટરમાં ઠાર

બ્લાસ્ટ બાદની તસવીર

સમાચાર એજન્સી રોયટર્સે આ જાણકારી સગા-સંબંધી એન પોલીસ સૂત્રોના હવાલાથી આપી

 • Share this:
  શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના માસ્ટર માઇનડના બંને ભાઈ અને પિતા, શુક્રવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. સમાચાર એજન્સી રોયટર્સે આ જાણકારી વ્યક્તિના સગા-વહાલા અને પોલીસ સૂત્રોના હવાલાથી આપી.

  રોયટર્સ મુજબ ચાર પોલીસ સૂત્રોએ કહ્યું કે, જેની હાશિમ, રિલવાન હાશિમ અને તેના પિતા મોહમ્મદ હાશિમ, શુક્રવારે પૂર્વ તટ પર સેનાની સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. તેમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જોવા મળ્યા હતા, જેમાં કાફિરોની વિરુદ્ધ ચારે-તરફ યુદ્ધનું આહ્વાન કરી રહ્યા હતા.

  આ પણ વાંચો, કોલંબો બ્લાસ્ટનું ગુજરાત કનેક્શન : ATSએ ભરૂચથી ઝડપેલા બે આતંકી શ્રીલંકામાં હુમલાનું કાવતરૂ ઘડી રહ્યાં હતા

  ગત સપ્તાહ રવિવારે ઈસ્ટરના અવસરે થયેલી શ્રેણીબદ્ધ બ્લાસ્ટના સંબંધમાં લગભગ 100 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે ઈસ્ટરના દિવસે થયેલા બ્લાસ્ટ્સમાં 253 લોકોના મોત થયા હતા અને 500 લોકો ઘાયલ થયા હતા.

  ઈસ્ટરના આ હુમલા બાદથી શ્રીલંકા હાઈ એલર્ટ પર છે, લગભગ 10,000 સૈનિક સર્ચ ઓપરેશન પર છે.
  Published by:Mrunal Bhojak
  First published: