15 વર્ષની પુત્રી પર પિતાએ પાડોશી સાથે મળી બળાત્કાર કર્યો, ગર્ભવતી થતા થયો ખુલાસો
15 વર્ષની પુત્રી પર પિતાએ પાડોશી સાથે મળી બળાત્કાર કર્યો, ગર્ભવતી થતા થયો ખુલાસો
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી
crime news- સગીરાના પિતા અને પાડોશી આ વર્ષે માર્ચ મહિનાથી બળાત્કાર કરી રહ્યા હતા. પહેલા તો તેમની ધમકીથી ડરી ગઈ હતી પણ જ્યારે ગર્ભવતી બની તો હિંમત ભેગી કરીને આ વાત દાદીને જણાવી
ઇન્દોર : મધ્ય પ્રદેશ (madhya pradesh)ઇન્દોરમાં (Indore)પિતાનો ક્રુર ચહેરો સામે આવ્યો છે. પિતા પાડોશી સાથે મળીને પોતાની 15 વર્ષની પુત્રી પર બળાત્કાર (Rape)કરી રહ્યો હતો. પુત્રી ગર્ભવતી થતા આ ખુલાસો થયો હતો. તેણે દાદી સાથે મળીને પોલીસ (police)માં ફરિયાદ કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ખજરાના પોલીસ જણાવ્યું કે શનિવારે સગીર યુવતી દાદી સાથે પોલીસ સ્ટેશન આવી હતી. વૃદ્ધ મહિલાએ પોલીસને જણાવ્યું કે તેની પૌત્રી ગર્ભવતી છે. પોલીસે આ વિશે સગીરા સાથે વાતચીત કરી હતી. સગીરાની પૂછપરછમાં પોલીસને માહિતી મળી કે પિતા અને પાડોશીએ બળાત્કાર કર્યો છે. બંને સગીરાને ડરાવી-ધમકાવી ઘણા દિવસોથી બળાત્કાર કરી રહ્યા હતા. પૂછપરછમાં સગીરાએ જણાવ્યું કે તેના પિતા અને પાડોશી સોનુ આ વર્ષે માર્ચ મહિનાથી બળાત્કાર કરી રહ્યા હતા. પહેલા તો તેમની ધમકીથી ડરી ગઈ હતી પણ જ્યારે ગર્ભવતી બની તો હિંમત ભેગી કરીને આ વાત દાદીને જણાવી હતી.
પોલીસે સગીરાના નિવેદન પર FIR નોંધી છે અને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે પીડિતા સગીરાનું કાઉન્સલિંગ પણ કરાવ્યું છે.
બીજી તરફ છિંદવાડામાં 12 વર્ષની સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ 26 વર્ષના આરોપીની પૂછપરછ કરી રહી છે. મહિલા થાના પ્રભારીના મતે 12 વર્ષની પીડિતા બાળકી ચંદનગામના વિસ્તારમાં રહે છે. માતા-પિતાના ના હોવાથી તે મામા-મામી સાથે રહેતી હતી. સગીરાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે 1 નવેમ્બરે મામી-મામા કામથી બહાર ગયા હતા. ભાઇ મજૂરી કરવા ગયો હતો. આ દરમિયાન બાલુ ઉર્ફે મનોહર અલ્ડક અચાનક ઘરમાં ઘુસી ગયો હતો. તેણે મામા વિશે પૂછ્યું હતું. જ્યારે તેને ખબર પડી કે ઘરમાં કોઈ નથી તો તેણે બળાત્કાર કર્યો હતો.
સગીરાએ તે સમયે કોઇને વાત કહી ન હતી. જોકે જ્યારે મામા-મામી આવ્યો તો દુષ્કર્મ વિશે જણાવ્યું હતું. મામા-મામી સગીરાને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર