સંબંધોને લાંછન લગાવતી ઘટના; 9 વર્ષની માસુમ પુત્રી પર સગા પિતાએ કર્યો બળાત્કાર
સંબંધોને લાંછન લગાવતી ઘટના
Rape: પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક ઉદ્યોગપતિ પિતાએ 9 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં આ ગંદી હરકત છુપાવવા માટે તેને પોતાની પત્નીને ધમકી આપી અને કહ્યું કે આ વિશે કોઈને વાત ન કરતી. જો કે મહિલાએ પોલીસ સ્ટેશન પહોંતી રિપોર્ટ દાખલ કરાવ્યો. આરોપી પિતા ફરાર છે. પોલીસનું કહેવું છે તેની જલ્દી ધરપકડ કરવામાં આવશે.
છત્તીસગઢના બિલાસપુરમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક ઉદ્યોગપતિ પિતાએ 9 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં આ ગંદી હરકત છુપાવવા માટે તેને પોતાની પત્નીને ધમકી આપી અને કહ્યું કે આ વિશે કોઈને વાત ન કરતી. જો કે મહિલાએ પોલીસ સ્ટેશન પહોંતી રિપોર્ટ દાખલ કરાવ્યો. આરોપી પિતા ફરાર છે. પોલીસનું કહેવું છે તેની જલ્દી ધરપકડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાયગઢના રહેવાસી વેપારીને તેની પત્ની સાથે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેનાથી કંટાળી મહિલા પિયરમાં જતી રહી છે. જો તે તેનો પતિ તેની દીકરીને મળવા આવતો હતો. આ દરમિયાન તેને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. પુત્રીએ આ વિશે માતાને જણાવ્યું. આ સાંભળી માતા એકદમ આઘાતમાં સરી પડી. મહિલાએ પોતાના હેવાન પતિની વિરુદ્ધ કેસ નોંધાવ્યો.
જાણકારીના અનુસાર, મહિલાના લગ્ન વર્ષ 2014માં રાયગઢમાં રહેતા ફેક્ટરી સંચાલક સાથે થયા હતા. લગ્ન પછી પુત્રીનો જન્મ થયો. પરંતુ પતિ-પત્નીની વચ્ચે સંબંધોમાં વિવાદ ચાલી રહ્યો હતો. પતિ કારણ વગર તેની સાથે ઝઘડો કરતો હતો. અવારનવાર હેરાન કરતો હતો. તેનાથી કંટાળી 3 મહિના પહેલાં 9 વર્ષની પુત્રીને લઈને બિલાસપુર પોતાના પિતાના ઘરે જતી રહી હતી.
પુત્રીને મળવાના આવતો હતો
મહિલાએ પોલીસને જણાવ્યું કે, જુલાઈ મહિનાથી તેની દાનત પુત્રી પર ખરાબ હતી. તેને રાયગઢમાં પણ પુત્રી સાથે અડપલા કર્યા હતા. વિરોધ કરવા પર મારપીટ કરી હતી. તેના પછી બિલાસપુર આવી ગઈ તો પતિ પુત્રીને મળવાના બહાને આવતો હતો. અહીં તે પુત્રીને એકલો મળતો હતો. આ દરમિયાન તેને દુષ્કર્મ આચર્યું.
મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે. પોલીસ તેના ઠેકાણા પર જાણકારી મેળવી શોધ કરી રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર