વિંગ કમાન્ડર અભિનંદનના પિતાનો ભાવુક સંદેશ, દીકરા વિશે કહી આ વાત

વિંગ કમાન્ડર અભિનંદન જે મીગ- વિમાનના પાયલ છે, તે પ્લેનની ફાઇલ તસવીર

વિંગ કમાન્ડર અભિનંદનના પિતા પૂર્વ એર માર્શન એસ.વર્ધમાનને દીકરા માટે લખ્યો ભાવુક સંદેશ, કહ્યું, દીકરા માટે ચિંતા બદલ આભાર

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: વિંગ કમાન્ડર અભિનંદનના પિતા પૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને દીકરા માટે ભાવુક સંદેશો લખ્યો છે. તેમણે પોતાના મિત્રો અને ચાહકોને જણાવ્યું હતું કે અભિનંદનની ચિંતા કરવા બદલ આભાર. ઇશ્વરનો આભારી છું કે તે જીવિત છે, ઇજાગ્રસ્ત નથી, માનસિક રીતે સ્વસ્થ છે, હિમ્મતપૂર્વક વાત કરી રહ્યો છે, જેવું એક સૈનિક કરે છે. અમને તેના પર ગર્વ છે. તમારા આશિર્વાદ તેની સાથે છે. એવી અપેક્ષા છે કે તે સુરક્ષિત પરત ફરે, તેને ટોર્ચર કરવામાં ન આવે, આ નાજુક ક્ષણોમાં સાથે આપવા બદલ તમારો આભાર

  ગઈકાલે થયેલા નાટકીય ઘટનાક્રમમાં પાકિસ્તાની એરફોર્સના બે F16 ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હતા. ભારતે વળતો જવાબ આપતા એક F16ને તોડી પાડ્યું હતું જ્યારે અન્ય એક પ્લેનનો પીછો કરતા ભારતનું એક MIG 21 પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પેરાશૂટની મદદથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતર્યા હતા.

  આ પણ વાંચો: પાક. સેનાના વડા બાજવાને સતાવી રહ્યો છે, ભારતના વળતા હુમલાનો ડર

  પાકિસ્તાન આર્મીના જવાનો ઘટના સ્થળે પહોંચી અને વિંગ કમાન્ડર અભિનંદનનો કબજો લીધો હતો. આ ઘટનાનો વીડિયો પાકિસ્તાનથી વાઇરલ થયા બાદ સમગ્ર દેશ વિંગ કમાન્ડર અભિનંદન પર વારી ગયો હતો. આ બધાની વચ્ચે અભિનંદનના પિતાએ દેશને અને તેમના મિત્રોને જોગ એક સંદેશ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

  આ પણ વાંચો: પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખુલી, PoKમાંથી મળ્યો F-16 લડાકૂ વિમાનનો કાટમાળ
  Published by:Jay Mishra
  First published: