આતંકીઓએ હત્યા કરી નાખી હતી તે સૈનિકના પિતા મોદીની હાજરીમાં બીજેપીમાં જોડાયા

ઔરંગઝેબ

ગત વર્ષે શહીદ થયેલા જવાન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનિફ રવિવારે મોદીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા.

 • Share this:
  વિજયપુર(જમ્મુ-કાશ્મીર) : ગયા વર્ષે પુલવામા જિલ્લામાં આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી નાખી હતી તે ભારતીય જવાન ઔરંગઝેબના પિતા રવિવારે બીજેપી સાથે જોડાયા છે. જવાનના પિતા મોદીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા.

  રાયફલમેન ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનિફ રાજોરીમાં રહે છે. મોહમ્મદ હનિફ સાથે પૂર્વ આર્મિ ઓફિસર લેફ્ટિનેન્ટ જનરલ(નિવૃત્ત) રાકેશ કુમાર શર્મા પણ બીજેપીમાં સામેલ થયા હતા.

  પીએમ મોદીએ જ્યારે બંનેને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા ત્યારે શહીદ જવાનના પિતા મોહમ્મદ હનિફે પોતાના પુત્રની એક તસવીર તેમને આપી હતી.

  44 રાષ્ટ્રીય રાયફલ્સના રાયફલમેન ઔરંગઝેબનું ગત વર્ષે અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ 14મી જુનના રોજ ઇદ મનાવવા માટે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પુલવામા જિલ્લામાંથી તેમનું આતંકીઓએ અપહરણ કરી લીધું હતું. ઔરંગઝેબને મરણોપરાંત સૂર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા.

  આ પણ વાંચો : આતંકવાદની કમર તોડી નાખીશું, કાશ્મીરના સારા દિવસો પાછા લાવીશુંઃ પીએમ મોદી

  "ગરીબો માટે સારી નીતિ હોવાને કારણે હું બીજેપી સાથે જોડાયો છું. મોદી સરકાર દેશમાં સૌથી સારી સરકાર છે. આ સરકાર પહેલાની સરકાર કરતા ગરીબો વિશે વધારે વિચારે છે." બીજેપી સાથે જોડાયા બાદ મોહમ્મદ હનિફે આવી પ્રતિક્રિયા આપી હતી.

  ઉલ્લેખનીય છે કે ઔરંગઝેબના મોત બાદ સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણ, આર્મી વડા જનરલ બિપિન રાવતે પણ અલગ અલગ દિવસે શહીદ જવાનના પરિવારની મુલાકાત લઈને તેમના સાંત્વના પાઠવી હતી.

  મોદીની રેલી પહેલા જમ્મુ-કાશ્મીર બીજેપી પ્રમુખ રવિન્દર રૈનાએ જાહેરાત કરી હતી કે ઔરંગઝેબના પિતા તેમજ રાકેશ કુમાર શર્મા બીજેપીમાં સામેલ થશે.
  Published by:Vinod Zankhaliya
  First published: