UP: દીકરીનું માથું વાઢીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યો હતો પિતા, કિસ્સો જાણી રૂંવાડા ઊભા થઈ જશે!

દીકરીએ પરિવારના જ યુવક સાથે પ્રેમ સંબંધ બાંધતા ગુસ્સે ભરાયેલા પિતાએ ધારદાર હથિયારથી માથું વાઢી કરી હત્યા

દીકરીએ પરિવારના જ યુવક સાથે પ્રેમ સંબંધ બાંધતા ગુસ્સે ભરાયેલા પિતાએ ધારદાર હથિયારથી માથું વાઢી કરી હત્યા

  • Share this:
    આશીષ મિશ્ર. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હરહોઈ (Hardoi)ના મંઝિલા પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડેતારા ગામમાં દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની દીકરીનું ધારદાર હથિયારથી માથું વાઢી નાખ્યું અને હાથમાં માથું લઈને પગપાળા પોલીસ સ્ટેશન લઈને જવા લાગ્યો. રસ્તામાં પસાર થઈ રહેલા પોલીસકર્મીની નજર પિતા પર પડી અને તેણે તેની ધરપકડ કરી લીધી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અજંપો વ્યાપી ગયો છે. એસ.પી. અનુરાગ વત્સ, એ.એસ.પી. કપિલ દેવ, સી.ઓ. રાકેશ વશિષ્ઠ ફીલ્ડ યૂનિટની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

    આ રૂંવાડા ઊભી કરનારી ઘટના મંઝિલા પોલીસ સ્ટેશનના પાંડેતારા ગામની છે. અહીં તે સમયે હોબાળો થઈ ગયો જ્યારે ગામના રહેવાસી એક માથાફરેલા પિતા સર્વેશે ધારદાર હથિયારથી પોતાની 17 વર્ષીય દીકરીનું માથું ધડથી અલગ કરી દીધું. ત્યારબાદ દીકરીના લોહીથી ખરડાયેલા માથાને હાથમાં પકડીને તે પગપાળા પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. આ ઘટના જેણે જોઈ તે ચોંકી ગયા.

    આ પણ વાંચો, કવિતા કૌશિકે શેર કર્યો ‘ગાળાગાળી’ વાળો સ્ક્રીનશોટ, યુઝર્સે કહ્યું- 'જવા દો ચૌટાલાજી'

    આ કંપાવનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. આ દરમિયાન રસ્તાથી પસાર થઈ રહેલા પોલીસકર્મીની નજર અચાનક હત્યારા પિતા પર પડી તો તે પણ ચોંકી ગયો. પોલીસકર્મી તેને પોલીસ સ્ટેશન લઈને આવ્યો જ્યાં હત્યારા પિતાએ સમગ્ર ઘટના વર્ણવી. મળતી માહિતી મુજબ દીકરીને પ્રેમ પ્રસંગમાં વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ ગુસ્સા પર કાબૂ ન રહેતા પિતાએ દીકરીનું માથું વાઢીને હત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધીક્ષક અનુરાગ વત્સ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. એસપીએ જણાવ્યું કે મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેનની શો વાપસી અંગે અંજલિ ભાભીએ તોડ્યું મૌન

    પોલીસ પૂછપરછમાં આરોપી પિતાએ જણાવ્યું કે તેની દીકરીને પરિવારના જ એક યુવક સાથે અંગત પળો માણતી જોઈ લીધી હતી. ત્યારબાદ દીકરીને અનેકવાર સમજાવી, પરંતુ બંને પોતાની હરકતો બંધ નહોતા કરતા. મળતી માહિતી મુજબ બુધવારે જ્યારે તેની પત્ની ખેતરમાં કામ કરવા ગઈ અને વૃદ્ધ માતા ઘરની બહાર દુકાન પર બેઠી હતી, આ દરમિયાન તેણે દીકરીને રૂમની અંદર બંધ કરી દીધી અને ધારદાર હથિયારથી તેનું માથું વાઢીને અલગ કરી દીધું.
    Published by:Mrunal Bhojak
    First published: