મંદિરનો પૂજારી જ નીકળ્યો પોતાના પુત્રનો હત્યારો, પોલીસે જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

પૂજારીની પત્નીને પતિ પર પર શંકા ગઇ તો પોલીસે પતિની ધરપકડ કરી હતી

Murder News - પુત્રની હત્યા કર્યા પછી પિતાએ પોલીસ સ્ટેશનમાં (Police station)જઈને પોતાના પુત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી

  • Share this:
    પાનીપત : હરિયાણાના (haryana)પાનીપતમાં (panipat)સમાલખા મંદિરમાં રહેતો પૂજારી જ પોતાના પુત્રનો હત્યારો નીકળ્યો છે. પૂજારી પિતાએ 3 નવેમ્બરે પુત્રની હત્યા (Murder)કરી હતી. પુત્ર આદિત્ય પિતાના કહેવા પર કોઇ કામ કરતો ન હતો ઉલટાનું તેમની સાથે રકઝક કરતો હતો. જેના કારણે પૂજારી પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પુત્રની હત્યા કર્યા પછી પિતાએ 4 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં (Police station)જઈને પોતાના પુત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

    પૂજારીની પત્નીને પતિ પર પર શંકા ગઇ તો પોલીસે પતિની ધરપકડ કરી હતી. આ પછી રિમાન્ડ લઇને પૂછપરછ કરવામાં આવી તો ઘટનાનો ખુલાસો થયો હતો. પિતાએ સમલખાથી 15 કિલોમીટર દૂર ખેતરમાં લઇ જઈને પોતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કર્યો હતો જ્યાંથી તેને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો છે.

    આ પણ વાંચો - પતિએ પત્નીની ક્રુર રીતે કરી હત્યા, ધારદાર હથિયાર લઇને તૂટી પડ્યો, 30થી વધારે માર્યા ઘા

    પોલીસના મતે કળિયુગી પિતાએ દિવાળીના દિવસે પોતાના 15 વર્ષીય પુત્રને શેરડીના ખેતરમાં લઇ જઇને ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ઘટનાનો ખુલાસો લગભગ 11 દિવસ પછી પત્નીના શક પર થયો હતો. કળીયુગે પિતાએ 15 વર્ષીય પુત્ર આદિત્ય ત્રિપાઠીની હત્યા પછી પુત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચો - વેપારીની પત્નીની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી, પરિવારજનોએ કહ્યું- હત્યા કરીને લટકાવી

    સ્ટેશન પ્રભારીએ જણાવ્યું કે 14 નવેમ્બરે ગુમ થયેલા આદિત્યની માતા સ્ટેશનમાં આવીને પોતાના પતિ પર શંકા વ્યક્ત કરી હતી. શંકાના આધારે પોલીસે તેના પતિની કડકાઇથી પૂછપરછ કરી તો પોતાનો ગુનો કબુલી લીધો હતો. પિતાએ જણાવ્યું કે તેનો પુત્ર આદિત્ય તેના કહેવા પર કામ કરતો ન હતો. વાત-વાતમાં મારી સાથે રકઝક કરતો હતો. જેના કારણે ઘણો તંગ આવી ગયો હતો. હત્યા કર્યા તે દિવસથી પિતા બેચેન રહેતા હતા અને કોઇ સાથે વાત કરતા ન હતા. જેના કારણે મૃતકની માતાને પતિ પર શંકા ગઈ હતી.
    Published by:Ashish Goyal
    First published: