Home /News /national-international /દર્દનાક ઘટના! પત્નીના મોતથી પરેશાન પતિએ પોતાની ચાર પુત્રીઓને ઝેર ખવડાવ્યું, પોતે પણ કરી આત્મહત્યાની કોશિશ
દર્દનાક ઘટના! પત્નીના મોતથી પરેશાન પતિએ પોતાની ચાર પુત્રીઓને ઝેર ખવડાવ્યું, પોતે પણ કરી આત્મહત્યાની કોશિશ
રાજસ્થાન પોલીસની પ્રતિકાત્મક તસવીર
Rajasthan crime news: માનવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા કોરોના વાયરસના (coronavirus) કારણે પત્નીનું મોત (wife death) થતા પતિ આઘાતમાં આવી ગયો હતો. જેના પગલે આ કમકમાટી ભરી ઘટનાને (husband killed four daughter) અંજામ આપ્યો હતો.
પ્રેમનાથ દેથા, બાડમેરઃ પાકિસ્તાનની સરહદી (Pakistan border) જિલ્લા રાજસ્થાનના (Rajasthan news) બાડમેરમાં (Barmer crime news) એક જ પરિવારની ચાર યુવતીઓની લાશો (four girl found dead) મળી હતી. યુવતીઓની લાશો તેના ઘરમાંથી મળી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બાળકીઓના પિતાએ તેમને ઝેર ખવડાવીને મારી (father gives poison to daughters) નાંખી હતી. ત્યારબાદ પોતે પણ આત્મહત્યાની કોશિશ (father suicide attempt) કરી હતી. જોકે, પિતાને સમય રહેતા હોસ્પિટલ (hospital) લઈ જવાતા જીવ બચી ગયો હતો. પોલીસ પ્રમાણે પાણીમાં ઝેર ભેળવીને પુત્રીઓને પીવડાવ્યું હતું. જેનાથી તમામનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા પુરખારામ જાટની પત્નીનું કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું હતું. ત્યારબાર પુરખારામને આઘાત લાગ્યો હતો. માતાના મોત બાદ પુત્રીઓ નાનાના ઘરે હતી. આરોપી પિતાએ પુત્રીઓને શુક્રવારે પોતાના ઘરે પરત લઈને આવ્યો હતો.
માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજે પુરખારામે પોતાની ચાર પુત્રીઓને પાણીમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતું. જેનાથી તમામનું મોત નીપજ્યું હતું. ઘટનાની તપાસ કરી રહેલા શિવ પોલીસ સ્ટેશનના ઓમ પ્રકાશ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, મૃતકોમાં નવ વર્ષ, સાત વર્ષ ત્રણ વર્ષ અને એક વર્ષ એમ ચાર વર્ષની બાળકીઓનો સમાવેશ થયો હતો.
લાશોનો કબ્જો લઈને તેમને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી હતી. આરોપી પુરખારામ જાટની ગંભીર હાલતને જોતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના શિવ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા પોશાલ ગામની છે.
મામલા સાથે જોડાયેલા તમામ પક્ષો સાથે પૂછપરછ ચાલી રહી છે. નનિહાલ પક્ષના લોકો સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના નિવેદનો લેવાઈ રહ્યા છે. આરોપીની હાલત સુધરવા ઉપર તેનું પણ નિવેદન નોંધવામાં આવશે.
ત્યારબાદ ઝેર આપવાનું વાસ્તવિક કારણ જાણવા મળશે. અત્યારે માનવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા કોરોના વાયરસના કારણે પત્નીનું મોત થતા પતિ આઘાતમાં આવી ગયો હતો. જેના પગલે આ કમકમાટી ભરી ઘટનાને અંજામ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કપરા કાળમાં દેશમાંથી લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. અને અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોના વાયરસની બીજી લહેરે આખે દેશને હચમાચાવી દીધો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર