જમાઈની હત્યા કરી લાશ બૉક્સમાં ભરીને ઠેકાણે પાડતો હતો સસરો, પોલીસે આ રીતે ભાંડો ફોડ્યો

News18 Gujarati
Updated: January 9, 2020, 9:02 AM IST
જમાઈની હત્યા કરી લાશ બૉક્સમાં ભરીને ઠેકાણે પાડતો હતો સસરો, પોલીસે આ રીતે ભાંડો ફોડ્યો
તીવ્ર ગંધ મારતાં બૉક્સને ખોલાવતાં જ પોલીસના હોશ ઊડી ગયાં, હત્યાનો ભાંડો ફુટ્યો.

ગંધ મારતાં બૉક્સને ખોલાવતાં દૃશ્ય જોઈ પોલીસ ચોંકી ગઈ, પતિની હત્યામાં પત્નીની પણ સંડોવણી

  • Share this:
બસ્તી : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બસ્તી (Basti)માં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક મોટા બૉક્સ (Dead Body)માં લાશને જપ્ત કર્યું. મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, રૂપિયાની લેવડ-દેવડના કારણે થયેલા વિવાદ પર સસરાએ સળીયાથી મારીને જમાઈની હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા માટે તેને બૉક્સમાં મૂકી બસ્તી સુધી પહોંચો ગયો. રાત્રે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સંદેહ જતાં આરોપીની પૂછપરછ કરી. જ્યારે બૉક્સ ખોલીને જોયું તો તેમાં એક લાશ હતી. આરોપીની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી.

શંકાના આધારે બૉક્સ ખોલાવ્યું તો પોલીસ ચોંકી ગઈ

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિનોદ યાદવે એક મોટા બૉક્સમાં લઈ જવામાં આવી રહેલી લાશને જપ્ત કરી. મળતી માહિતી મુજબ લખનઉથી લાશને બૉકસમાં મૂકીને પિકઅપ વાનથી બસ્તી લઈ જવામાં આવી રહી હતી. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બૉક્સમાંથી આવી રહેલી ગંધથી આશંકા જતાં વાહનને ઊભું રખાવ્યું. જ્યારે પિકઅપમાં બેઠેલા બે લોકો સાથે પોલીસે પૂછપરછ કરી તો બંને ડરી ગયા. ત્યારબાદ પોલીસે બૉક્સ ખોલાવ્યું તો આશંકા સાચી ઠરી. બૉક્સમં લાશ જોઈ પોલીસ ચોંકી ગઈ.

મૃતક યુવાન લખનઉનો રહેવાસી

પોલીસે પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે બૉક્સમાંથી મળી આવેલી લાશ કમાો નામના યુવકની છે. મૃતક કમા તથા હત્યારા નજીમુદ્દીન બંને લખનઉના રહેવાસી છે. મળતી માહિતી મુજબ, બંને આરોપીઓએ લખનઉમાં હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા બસ્તી લઈને જતાં હતાં, પરંતુ તેમનો પ્લાન સફળ ન રહ્યો.

રૂપિયાની લેવડ-દેવડમાં હત્યાહત્યારો નજીમુદ્દીન બસ્તી જનપદમાં જ એન્જિનિયર પદે કામ કરતો હતો અને તે હવે નિવૃત્ત થઈ ચૂક્યો છે. આરોપ છે કે તે પોતાના જમાઈની હત્યા કરી લાશ બસ્તીમાં ફેંકવાના ફિરાકમાં હતો. એસપી હેમરાજ મીણાએ જણાવ્યું કે, મૃતક કમાલ અને તેના સસરા વચ્ચે 4 લાખ રૂપિયાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. મૃતક કમાલે તેના સસરા પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પૈસા પરતર ન કરતાં 3 જાન્યુઆરીની રાત્રે તેની હત્યા કરી લેવામાં આવી. મૃતક કમાલના માથા પર સળીયો મારીને તેની હત્યા કરી લેવામાં આવી હતી. આ ઘટનામાં મૃતક કમાલની પત્ની પણ સામેલ હતી અને નજીમુદ્દીનની સાથે મળી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મૃતક કમાલ અને તેનો પરિવાર લખનઉના હબીબપુરનો રહેવાસી હતો.

(ઈનપુટ : હિફજુર રહમાન)

આ પણ વાંચો,


યુવકની ગોળી મારી હત્યા, CCTV ફુટેજથી થયો ચોંકાવનારો ખુલાસો
લસણ ચોરને ખેડૂતોએ નગ્ન કરીને ફટકાર્યો, વીડિયો થયો વાયરલ
First published: January 9, 2020, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading