OMG! પતિ-પત્નીના ઝઘડામાં સસરાએ કાપી નાખ્યું જમાઈનું ગુપ્તાંગ

News18 Gujarati
Updated: November 21, 2019, 10:34 PM IST
OMG! પતિ-પત્નીના ઝઘડામાં સસરાએ કાપી નાખ્યું જમાઈનું ગુપ્તાંગ
ઘાયલ યુવકની તસવીર

પુખરા ગામમાં એક યુવકના લગ્ન બે વર્ષ પહેલા રામનાપુરવા ગામમાં થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થવાના શરૂ થયા હતા. ઝઘડાઓ વધતા પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી.

  • Share this:
મધ્ય પ્રદેશના (Madhya pradesh) પન્ના જિલ્લામાં સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. ધરમુપ પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં આવતા પુખરા ગામમાં રહેનાર એક યુવકનું સસરા અને સાળાઓએ ભેગા મળીને ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘાયલ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ (Hospital) ખસેડવમાં આવ્યો હતો. યુવકને અજયગઢ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલ પન્નામાં રિફર કરાયો હતો.

પુખરા ગામમાં એક યુવકના લગ્ન બે વર્ષ પહેલા રામનાપુરવા ગામમાં થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થવાના શરૂ થયા હતા. ઝઘડાઓ વધતા પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. નવવિવાહિત દંપતી એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. પતિ-પત્ની (husband wife) વચ્ચે ઝઘડા (fight) બાદ ગામમાં અલગ અલગ વાતો થવા લાગી હતી.

આ પણ વાંચોઃ-ખોવાયેલા ફોનને હવે Xiaomiના સ્માર્ટ બેન્ડથી સરળતાથી શોધો! કિંમત જાણો

જ્યારે યુવક પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેના સસરા, સાળા અને અન્ય લોકો ખેતરમાં આવ્યા હતા. તમામ લોકોએ અચાનક હુમલો કરી દીધો હતો. યુવક કંઈક સમજે એ પહેલા જ તમામ લોકોએ ભેગા મળીને યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થયા હતા.

આ પણ વાંચોઃ-માત્ર 66 રૂપિયામાં આ હોટલમાં મળશે રૂમ, પરંતુ કરવું પડશે આ કામ

ઘાયલ યુવકે 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ વાહનમાં જ તેને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર કર્યાબાદ પન્નાની જિલ્લા હોસ્પિટલ રિફર કરાયો હતો.
Loading...

આ પણ વાંચોઃ-માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, કારણ જાણીને લાગશે ઝાટકો

યુવકના પિતાનું કહેવું છે કે, તેના પુત્ર ઉપર તેના સસરા અને સાળા અને પાંચ અન્ય લોકોએ સાથે મળીને હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.
First published: November 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...