Home /News /national-international /ઓ બાપ રે... 70 વર્ષના સસરાએ 28 વર્ષની વહુ સાથે કર્યા લગ્ન, જાણો કઈ મજબૂરીમાં લીધો નિર્ણય

ઓ બાપ રે... 70 વર્ષના સસરાએ 28 વર્ષની વહુ સાથે કર્યા લગ્ન, જાણો કઈ મજબૂરીમાં લીધો નિર્ણય

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

Viral on Social Media: એક અનોખા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. આ ઘટના ગોરખપુરની છે જ્યાં એક સસરાએ તેની પુત્રવધૂ સાથે લગ્ન કર્યા જેના પતિનું તાજેતરમાં જ અવસાન થયું હતું.

  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં એક 70 વર્ષના વ્યક્તિએ તેની 28 વર્ષની વહુ સાથે મંદિરમાં લગ્ન કર્યા. આ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ થયા છે. આ ઘટનાને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયાના સમાચારો અને ફોટા પર વિશ્વાસ કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, સસરા કૈલાશ યાદવની પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું છે. તેમને ચાર બાળકો છે અને પૂજાને પતિથી ત્રીજો પુત્ર હતો, તેનું પણ અવસાન થયું છે. અહેવાલો પ્રમાણે બંનેએ પરસ્પર સંમતિથી લગ્ન કર્યા છે અને પૂજા તેના નવા સંબંધથી ખુશ છે. જણાવવામાં આવ્યું છે કે, કૈલાશ યાદવ બધલગંજ કોતવાલી વિસ્તારના છપિયા ઉમરાવ ગામનો રહેવાસી છે.

સસરાએ કર્યા પુત્રવધૂ સાથે લગ્ન


અહેવાલો પ્રમાણે વાત કરીએ તો, બરહાલગંજ પોલીસ સ્ટેશનના ચોકીદાર કૈલાશ યાદવે તેની પુત્રવધૂ પૂજા સાથે સાત ફેરા લીધા અને આ પ્રસંગે ગામવાસીઓ સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. આ લગ્નને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, પતિના મૃત્યુ બાદ પૂજા એકલી પડી ગઈ હતી. તેણીના લગ્ન અન્ય કોઈ સાથે થયા હતા, પરંતુ તેણીને તે પરિવાર પસંદ નહોતું, તેથી તેણી તેના પતિના ઘરે પાછી આવી હતી. અહીં તેણી તેના સાસરા સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી અને સમાજની પરવા કર્યા વિના આ લગ્ન થયા હતા.



આ પણ વાંચો: સુરત શહેરમાં સાયબર ક્રાઈમના કેસમાં વધારો, ખાનગી કંપની સાથે થઈ છેતરપિંડી

ફોટો જોઈને ઓફિસર આશ્ચર્યચકિત થઈ ગયા


બરહાલગંજ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર કૈલાશ યાદવના લગ્નની વાત સોશિયલ મીડિયા દ્વારા તે ગામ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. બરહાલગંજના સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, અમને આ લગ્ન વિશે વાઈરલ થઈ રહેલા ફોટો પરથી જ ખબર પડી છે. આ અંગે કોઈ ફરિયાદ મળી નથી. તેમણે કહ્યું કે આ બે લોકો વચ્ચેનો પરસ્પર મામલો છે, જો કોઈને ફરિયાદ હોય તો પોલીસ તપાસ કરી શકે છે.
First published:

Tags: Second Marriage, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

विज्ञापन