મૃત પુત્રીને દફનાવતી વખતે પિતાને ખાડામાંથી મળી જીવતી બાળકી, નામ રાખ્યું 'સીતા'

પ્રતિકાત્મક તસવીર

ત્રણ ફૂટ ઊંડા ખાડામાં માટલામાંથી મળેલી જીવતી બાળકીનું હોસ્પિટલના સ્ટાફે બાળકીનું નામ સીતા રાખ્યું છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ રામાયણ (Ramayan) પ્રમાણે મિથિલાના રાજા જનકને ખેતરમાંથી હળ ચલાવતી વખતે એક માટલીમાંથી સીતા માતા (Goddess Sita)મળી આવ્યા હતા. કંઇક આવી જ ઘટના બરેલીમાં (Bareilly) બની છે. જ્યાં સ્મશાનમાં ખોદકામ દરમિયાન જમીનની અંદર માટલામાં બંધ એક બાળકી મળી આવી હતી. કોઇ જીવતી બાળકીને માટલામાં બંધ કરીને કોઇ દફનાવી ગયું હતું. ત્રણ ફૂટ ઊંડા ખાડામાં માટલામાંથી મળેલી જીવતી બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

  મૃત બાળકીને દફનાવતા સમયે મળી 'સીતા'
  સીબીગંજમાં રહેનારા હિતેશ કુમારની પત્ની વૈશાલી, મહિલા ઇન્સ્પેક્ટર (Female inspector) છે. ગર્ભાવસ્થા બાદ તેમણે પ્રીમેચ્યોર બાળકીને જન્મ આપ્યો હતો. જેનું થોડા સમય પછી મોત થયું હતું. હિતેશ મૃત બાળકીને (dead daughter)દફનાવવા શ્મશાન પહોંચ્યો હતો.

  આ પણ વાંચોઃ-શું તમે Paytm વાપરો છો? તો તમને થઇ શકે છે મોટું નુકસાન

  તેમણે બાળકીને દફનાવવા માટે ખા઼ડો ખોદવાનું શરૂ કર્યું હતું આશરે ત્રણ ફૂટ ઊંડા ખોદ્યા પછી પાવડો કોઇ ચીજ સાથે ટકરાયો હતો. માટી હટાવીને જોયું તો અંદર એક માટલું મળી આવ્યું હતું. જેમાં એક બાળકી હતી. જેનો શ્વાસ ચાલી રહ્યો હતો. જે જોઇને બધા લોકો હેરાન રહી ગયા હતા.  આ પણ વાંચોઃ-જાણો કેટલી ખાસ છે ITC Grand Chola હોટલ, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ રોકાયા છે

  હિતેશે માટલું કાઢીને બાળકીને પોતની છાતીએ લગાવી હતી. બાળકી રડી રહી હતી તેના માટે દૂધની વ્યવસ્થા કરી હતી. હિતેશે તરત જ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. પોલીસે બાળકીને જિલ્લા હોસ્પિટલમાં (hospital )દાખલ કરાવી હતી. બાળકીને કોણ જીવીત દફનાવી ગયું એ અંગે જાણકારી મળી નથી. હોસ્પિટલના સ્ટાફે બાળકીનું નામ સીતા રાખ્યું છે.

  આ પણ વાંચોઃ-અશ્લીલ વીડિયો બનાવી સતત ચાર વર્ષ સુધી યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

  પોલીસે તપાસ શરૂ કરી
  એસપી સિટી અભિનંદન સિંહના જણાવ્યા પ્રમાણે જે કોઇએ બાળકીને જીવીત દફનાવાનું કૃત્ય કર્યું છે એે સજા જરૂર મળશે. તેમણે કહ્યું કે, પોલીસની ટીમ એ પરિવારની શોધમાં લાગી છે. જેમણે બાળકીને મોટલામાં જીવતી દફનાવી દીધી છે. તેમનું કહેવું છે કે, સાદા કપડામાં પોલીસ તપાસમાં લાગી છે.
  (રિપોર્ટ વિકાસ સક્સેના)
  Published by:ankit patel
  First published: