Home /News /national-international /

Holiના દિવસે જ 'તબાહ' થયો પરિવાર! પિતાએ બે પરિણીત પુત્રીઓ સાથે કરી આત્મહત્યા, કેમ ભર્યું દર્દનાક પગલું?

Holiના દિવસે જ 'તબાહ' થયો પરિવાર! પિતાએ બે પરિણીત પુત્રીઓ સાથે કરી આત્મહત્યા, કેમ ભર્યું દર્દનાક પગલું?

પ્રતિકાત્મક તસવીર

શૌકત પોતાની પત્નીની હત્યાનો આરોપી હતો. જે થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. પોતાની બંને પુત્રીઓ ઘરે હોવી અને પત્નીની હત્યાનો આરોપના પગલે તે તણાવમાં રહેતો હતો.

  બીકારનેરઃ રાજસ્થાનના (rajasthan) બીકાનેરમાં (bikaner) એક પરિવારના ત્રણ લોકોએ હોળીના દિવસ (holi day) કાળમુખો સાબિત થયો હતો. અહીં એક વૃદ્ધ પિતાએ પોતાની એક પરિણીત પુત્રી સાથે ઝેર ખાઈને આત્મહત્યા (father suicide with daughter) કરી લીધી હતી. ત્યારે આ નજારો જોઈને 32 ર્ષીય પુત્રીએ પણ પોતાની હાથની નસ કાપીને આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે તે બચી ગઈ હતી. તેને હોસ્પિટલમાં (hospital) દાખલ કરાવી છે. જ્યાં તેની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. પોલીસ ત્રણે લોકોએ આત્મહત્યા કેમ કરી તેનું કારણ શોધવા લાગી છે.

  આ દર્દનાક ઘટના હોળીના દિવસે રવિવારે બીકાનેરના ધોબી તલાઈ વિસ્તારમાં સામે આવી છે. જ્યાં શૌકત નામના વૃદ્ધ વ્યક્તિએ પોતાની 35 વર્ષીય પુત્રી જોનિયાની સાથે ઝેર ખાઈ લીધું હતું. બંનેએ તડપીને દમ તોડી દીધો હતો. થોડા સમય બાદ 32 વર્ષીય પુત્રી આવી જો તેણે આ નજારો જોય તો તેણે પણ પોતાની હાથની નસ કાપી નાંખી હતી. તેને ગંભીર અવસ્થામાં શહેરની પીબીએમ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.

  પોલીસને જાણકારી આપતા પડોશીઓએ જણાવ્યું કે ગણો સમય થયો હોવા છતાં શૌકતે ઘરનો દરવાજો ન ખોલ્યો હતો. ત્યારે શંકા ગઈ હતી. જ્યાં જઈને જોયું તો શૌકત અને પુત્રીની લાશ પડી હતી. જ્યારે બીજી પુત્રી લોહીથી લથપથ અવસ્થામાં બેભાન હાલતમાં પડી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદનો 'બાહુબલી', 60 kgની ગુણ યુવક દાંતથી પકડીને 100 મીટર આરામથી ચાલી જાય છે, કેવી રીતે બન્યો 'શક્તિશાળી'?

  આ પણ વાંચોઃ-લેડી સિંઘમે' ગોળી મારી કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇટમાં વર્ણવી મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન

  પોલીસના જણાવ્યા પ્રમાણે બાપ-બેટીની લાશને મોર્ચરીમાં રાખવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને શોંપી દીધી હતી. બીજી પુત્રીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવી હતી. પરંતુ હજી એ જાણવા મળ્યું નથી કે પરિવારે આ પગલું કેમ ભર્યું છે. બબલીને હોશ આવ્યા બાદ તેના નિવેદનથી આત્મહત્યાનું કારણ જાણવા મળશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

  ઉલ્લેખનીય છે કે શૌકત પોતાની પત્નીની હત્યાનો આરોપી હતો. જે થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. પોતાની બંને પુત્રીઓ ઘરે હોવી અને પત્નીની હત્યાનો આરોપના પગલે તે તણાવમાં રહેતો હતો.  પડોશીઓએ પોલીસને જણાવ્યુ કે શૌકતને કોઈની સાથે કોઈ વિવાદ ન હતો. અને તેની પુત્રીઓ અંગે પણ કોઈ બબાલ ન હતી. એક દિવસ પહેલા જ તે આસપાસના લોકો સાથે હંસીને વાત કરતો હતો. આવી સ્થિતિમાં લોકો સમજી સકતા નથી કે શૌકતે આત્મહત્યા જેવું ગંભીર પગલું કેમ ભર્યું.
  Published by:ankit patel
  First published:

  Tags: Latest crime news, આત્મહત્યા, રાજસ્થાન

  આગામી સમાચાર