કરુણ ઘટના! પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર સૂસાઈડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યા, લગ્નના એક દિવસ પહેલા દુલ્હાએ માગ્યા રૂ.30 લાખ

કરુણ ઘટના! પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર સૂસાઈડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યા, લગ્નના એક દિવસ પહેલા દુલ્હાએ માગ્યા રૂ.30 લાખ
મૃતકની તસવીર

તેમણે યુવકને આપવા માટે 13-15 લાખ રૂપિયા આપવાની પણ વ્યવસ્થા કરી હતી પરંતુ 30 લાખ રૂપિયા સંભવ ન થયા.

 • Share this:
  હરિયાણા: સમાજમાં હજી પણ દેહજનું (Dowry) દૂષણ દેખાઈ રહ્યું છે. લગ્નના (marriage) એક દિવસ હેલા જ હરિયાણામાં (Haryana) રેવાડીમાં પુત્રીના પિતાએ 30 લાખ રૂપિયા દહેજની માંગણી બાદ લગ્નના કાર્ડ (Marriage card) ઉપર સૂસાઈડ નોટ (suicide note) લખીને પુત્રીના પિતાએ મોતને વ્હાલું (father suicide) કર્યું હતું. આ ઘટના રેવાડીના એક ટ્રાન્સપોર્ટ વ્યવસાયી કૈલાશ તંવરની પુત્રીના સંબંધ ગુરુગ્રામમાં રહેનારા સુનિલ કુમારના પુત્ર રવિ સાથે નક્કી કર્યા હતા. પુત્રીના લગ્નથી ખુશ પિતા સમારોહને શાનદાર બનાવવા લાગ્યા હતા. લગ્નની પણ બધી તૈયારીઓ થઈ ગઈ હતી.

  લગ્નના એક દિવસ પહેલા જ દુલ્હાએ પુત્રીના પિતા પાસે 30 લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું. જો તેઓ પૈસા નહીં આપે તો તે જાન લઈને તેના ઘરે નહીં આવે. કૈલાશ તંવર આનાથી ખૂબ જ દુઃખી હતા અને નિરાશ થયા હતા. તેમણે યુવકને આપવા માટે 13-15 લાખ રૂપિયા આપવાની પણ વ્યવસ્થા કરી હતી પરંતુ 30 લાખ રૂપિયા સંભવ ન થયા.  દુલ્હા પક્ષ આ સમજવા માટે યુવતીના પિતાએ પોતાના બનેવી સાથે તેના ગામ પહોંચ્યા હતા. તેમને પોતાનો હાલત વ્યક્ત કરી પરંતુ તેઓ માન્યા ન હતા. કૈલાશ તંવર 19 નવેમ્બરે બૂઢી બાવલા ગામમાં પોતાના બનેવીની ઓફિસમાં ઊંઘતા હતા. પરંતુ યવક રાજી થયા ન હતા.

  આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

  સવારે જ્યારે કૈલાશ ચંદ તેના સાળા માટે ચા લઈને ઓફિસ પહોંચ્યા તો તેઓ ફાંસી લગાવેલી હાલતમાં મળ્યા હતા. કૈલાશ ચંદે આત્મહત્યા કરતા પહેલા પુત્રીના લગ્નના કાર્ડ ઉપર એક સૂસાઈડ નોટ લખી હતી. સૂસાઈડ નોટ ઉપર લખ્યું હતું કે સરકાર આવા દહેજ લોભી પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરે.

  આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! નબળી આંખોએ આપ્યો દગો, ચા પત્તીની જગ્યાએ નાંખી કીટનાશક દવા, ઝેરી ચા પીતા દંપતીનું મોત

  આ પણ વાંચોઃ-હું કાયર નથી.. SORRY પપ્પા..': સૂસાઈડ નોટ લખીને ITIના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ત્રણ સામે ફરિયાદ

  મરતા પહેલા સૂસાઈડ નોટમાં કૈલાશ ચંદે આ માટે ચાર લોકોને આરોપી ગણાવ્યા હતા. તેમણે લગ્નના કાર્ડ ઉપર પોતાની આત્મહત્યા માટે લખ્યું હતું કે, મે લગ્નની બધી તૈયારીઓ પુરી કરી લીધી હતી. તેમની હેસિયતના આધાર ઉપર તેઓ 13-15 લાખ રૂપિયા આપવા પણ તૈયાર થયા હતા પરંતુ યુવકના સાસરી, પૂર્વ સરપંચ માનચંદ, વિનય પાલ અને યુવતીના સંબંધી મંજૂ દેવી તેમને વધારે પૈસા માટે પરેશાન કરી રહ્યા હતા.  તેમણે વધુમાં લખ્યું હતું કે, 30 લાખ રૂપિયા નહીં આપી શક્યા તો સમાજમાં તેમનું સમ્માન બચાવવા માટે તેમની પાસે ગયા હતા. પરંતુ તેઓ સહમત થયા નહીં અને સંબંધ રાખવાથી ઈન્કાર કરી દીધો હતો. હવે હું સમાજમાં નહીં રહી શકું અને મારા મોત માટે જવાબદાર છે. (તસવીર zoom news)
  Published by:ankit patel
  First published:November 23, 2020, 23:55 pm