Home /News /national-international /આર્થિક તંગી સામે હાર્યો પિતા, 3 માસૂમ દીકરીઓને ઝેર પીવડાવી કર્યો આપઘાત

આર્થિક તંગી સામે હાર્યો પિતા, 3 માસૂમ દીકરીઓને ઝેર પીવડાવી કર્યો આપઘાત

મૃતક બાળકીઓની ફાઇલ તસવીર

આંગણામાં સૂતેલી ત્રણેય દીકરીઓને ઉઠાડી ઘરમાં લઈ જઈ ઝેરી પદાર્થ પીવડાવી દીધું, હોસ્પિટલમાં મોત

    ન્યૂઝ18 ગુજરાતી : વારાણસીથી રુંવાડા ઊભા કરી દેનારી એક ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની ત્રણ દીકરીઓ સાથે ઝેર પીને આત્મહત્યા કરી દીધી. આ આત્મહત્યાનું કારણ આર્થિક તંગી હોવાનું કહેવાય છે. મૃતક દીપક ગુપ્તા વારાણસીના લક્સા પોલીસ સ્ટેશન હદના નઈ સડક ગીતા મંદિર વિસ્તારનો રહેવાસી હતો.

    આત્મહત્યા પહેલા પત્નીને મારઝૂડ કરી પીયર મોકલી દીધી

    મળતી માહિતી મુજબ, જ્યારે દીપક ગુપ્તોએ પોતાની 9 વર્ષીય દીકરી નવ્યા, 7 વર્ષીય અદિતિ અને 5 વર્ષીય રિયાની સાથે આત્મહત્યા કરી તે સમયે તેની પત્ની ઘરે નહોતી. દીપક ગુપ્તાએ પોતાની પત્ની સાથે મારઝૂડ કરીને તેને પીયર મોકલી દીધી હતી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આત્મહત્યાની તપાસ કરવામાં આવી રહી છે.

    ત્રણેય દીકરીઓને ઉઠાડી ઝેરી પદાર્થ પીવડાવી દીધું

    મૃતક દીપક ગુપ્તાની ભત્રીજી સાક્ષીએ જણાવ્યું કે બુધવાર રાત્રે કાકા દીપકની ત્રણ દીકરી નવ્યા, અદિતિ અને રિયા બહાર આંગણામાં સૂઈ ગઈ હતી. આ દરમિયાન દીપક ગુપ્તા આવ્યો એન તેણે તેમને ઉઠાડીને રૂમમાં લઈ ગયો. ત્યારબાદ તે દાદીના રૂમમાં ટીવી જોવા લાગ્યો. થોડી વાર બાદ નાની દીકરી રિયા આવી અને દાદીને કહ્યું કે પપ્પાએ તેમને કંઈક પીવડાવી દીધું છે.

    ધોરણ-12 સાયન્સનું પરિણામ જુઓ :

    હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચારેયનું થયું મોત

    સાક્ષીએ જણાવ્યું કે તેની પર દાદી રૂમમાં ગઈ અને ત્રણેય દીકરીઓ અને કાકા દીપકને ઉઠાડીને પોતાની સાથે બહાર આવી. ત્યારબાદ કાકા દીપક ગુપ્તા ટોઇલેટ ગયા અને બાળકીને ઉલટી શરૂ થઈ ગઈ. ત્રણેય બાળકીઓને તાત્કાલીક કબીરાચૌરા લઈ જવામાં આવી. બીજી તરફ, કાકા દીપક ગુપ્તા પણ ટોઇલેટથી બહાર આવ્યા અને બેભાન થઈને જમીન પર પડી ગયા. પછી તેમને પણ કબીરાચૌરા લઈ જવામાં આવ્યા. ત્યાં ચારેયની તબિયત વધુ બગડતાં નવ્યાના મામા સૌને ટ્રોમા સેન્ટર લઈ ગયા, જ્યાં તમામનાં મોત થયા.

    આત્મહત્યા પાછળ દેવું કારણભૂત?

    પરિવારના જણાવ્યા મુજબ મૃતક દીપક ગુપ્તાની ઉપર દેવું વધી ગયું હતું, જેના કારણે તે પરેશાન રહેતો હતો. જોકે, પડોસના કેટલાક લોકો આઈપીએલમાં સટ્ટાબાજીની વાત કરી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Batting, Varanasi, આઇપીએલ, આત્મહત્યા, ઉત્તર પ્રદેશ, ઝેર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन