Home /News /national-international /

શરમજનક! બે વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ કરતો રહ્યો સગો બાપ, થઈ ધરપકડ

શરમજનક! બે વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ કરતો રહ્યો સગો બાપ, થઈ ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પત્નીના મોત બાદ બાપે સગીર દીકરી પર નજર બગાડી બે વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આવી રીતે પાપનો ફુટ્યો ગઢો

    ફતેહાબાદઃ હરિયાણા (Haryana)ના ફતેહાબાદ (Fatehabad) જિલ્લામાં બાપ-દીકરીના સંબંધો પર પ્રશ્નાર્થ ઊભા કરનારો મામલો સામે આવ્યો છે. અહીં એક સગા બાપે બે વર્ષ સુધી પોતાની દીકરી સાથે દુષ્કર્મ (Rape) આચર્યું. હેવાન બનેલા પીતાએ પોતાની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી. લગભગ બે વર્ષ સુધી સંબંધોને આ ડંખ સહન કરતાં-કરતાં પીડિતા અંતે તૂટી ગઈ અને મામલાની સૂચના પોલીસ (Police)ને આપી. સૂચના મળ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી મામલાની તપાસ આરંભી દીધી છે.

    પત્નીના મૃત્યુ બાદ દીકરી પર રાખતો હતો ખરાબ નજર

    મળતી માહિતી મુજબ, આરોપની પત્નીનું બે વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદથી તેની ગંદી નજર પોતાની જ દીકરી પર હતી અને તેણે તમામ સંબંધોને બાજુમાં મૂકી પોતાની હવસ સંતોષવા તેને શિકાર બનાવી. બીજી તરફ આરોપીને પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, પૃથ્વી તરફ આવી રહ્યો છે ઈજિપ્તના પિરામિડથી બમણા આકારનો Asteroid

    ભાઈ મજૂરીએ જાય પછી દીકરી પર આચરતો હતો દુષ્કર્મ

    પીડિતાની બે નાની બહેનો અને એક ભાઈ છે. ભાઈ મજૂરી પર ગયા બાદ ગત બે વર્ષથી તેના પિતા તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કવિતાનું કહેવું છે કે ફરિયા દ મળ્યા બાદ આરોપી પિતાની વિરુદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, રસ્તે રખડતાં કૂતરાને વાઘ જેવો દર્શાવવા બદમાશોએ કરી દીધો પેઇન્ટ, લોકોનો ગુસ્સો આસમાને

    પીડિતાનું અલ્ટ્રાસાઉન્ડ કરાવાશે

    પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કિશોરી ગર્ભવતી છે કે નહીં તે જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવશે. જોકે અન્ય તપાસમાં ગર્ભવતી હોવાની પુષ્ટિ નથી થઈ. હાલ તપાસ ચાલી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Arrest, Crime news, Crime Report, ગુનો, પોલીસ, હરિયાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन