વૈશ્વિક સંસ્થા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે, FATFના પ્રેસિડન્ટ માર્શલ બિલિંગસ્લીએ કહ્યું કે, પાકિસ્તાનને તે કામ પૂરા કરવા માટે ખુબ મહેનત કરવી પડશે. જે, તેમણે જાતે આતંકવાદ પર લગામ લગાવવા માટે નક્કી કર્યા છે. આ કામ પાકિસ્તાનના હાઈ-લેવલ કમિટમેન્ટનો ભાગ છે, જેમાં પાકિસ્તાન દરેક પ્રકારે એક્શન પ્લાનને પૂરો કરવામાં અસફળ રહ્યું છે.
2018માં થયેલા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ઉચ્ચસ્તરીય રાજનૈતિક વાયદા કર્યા હતા, જેથી એન્ટી મની લોન્ડ્રીંગ અને આતંકીઓને ફંડીગ મળવા જેવી સમસ્યાઓમાં આવતી ઢાંચાગત ગડબડીઓને દૂર કરી શકાય અને દુનિયાને તેની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ બનેલો રહે.
FATFની મીટિંગના અંતમાં કહેવામાં આવી આ વાત ફ્લોરિડાના ઓરલેન્ડમાં પૂરી થયેલી FATFની મીટિંગના અંતમાં બોલતા ગત અઠવાડીએ બિલિંગ્સલીએ કહ્યું હતું કે, પૂરી સંભાવના છે કે, પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં નાખી શકાય છે. આ નિર્ણય ભવિષ્યમાં થનારી બેઠકમાં લેવામાં આવશે. કારણ કે, એક્શન પ્લાનનો સમય હજુ વીત્યો નથી અને તેના માટે હજુ પાકિસ્તાન પાસે આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીનો સમય છે.
ઓક્ટોબરમાં બ્લેકલિસ્ટ થઈ શકે છે પાકિસ્તાન FATFની અગામી બેઠક પેરિસમાં ઓક્ટોબર મહિનામાં થશે. જેમાં પાકિસ્તાન દ્વારા આતંકને રોકવામાં આવેલા તમામ પગલાની સમીક્ષા કરવામાં આવશે. જો પાકિસ્તાન તેમાં ચૂકી જશે તો, તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
પાકિસ્તાનના મામલામાં કડકાઈ રાખી FATFના અધ્યક્ષે કહ્યું કે, પાકિસ્તાન તેનું સમર્થન નથી કરતુ પરંતુ, એ સ્વીકાર પણ નથી કરતું કે તેના ચાલતા કેટલાએ દેશો અને સીમા પાર ગતિવિધીઓને આર્થિક મદદ પહોંચવાનો ખતરો પણ રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર