વૃદ્ધ કાપીને માતાજીને ચડાવવાની જાણ થતાં જ સ્થાનિક લોકો મંદિરે ભેગા થઈ ગયા હતા. જીભ કાપવાથી વૃદ્ધનું મોટા પ્રમાણમાં લોહી નીકળી ચૂક્યું હતું. ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.
ફતેહપુરઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં મંગળવારે એક વિચિત્ર ઘટના બની છે. બીમારીથી પરેશાન વૃદ્ધ વ્યક્તિએ નવરાત્રિના અવસરે મહાકાળી માતાજીના મંદિરે જીભ કાપીને ચડાવી દીધી હતી. જીભ કાપીને ચડાવવાની ઘટના અન્ય લોકોને ખબર પડતા જ લોકોની ભીડ મંદિરે જમા થઈ ગઈ હતી. ત્યારે વૃદ્ધની ગંભીર હાલતને જોતા ગ્રામીણોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે પોલીસે વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો.
ડોક્ટરની પ્રાથમિક સારવાર બાદ વૃદ્ધને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કલ્યાણપુર તાલુકાના ગુગૌલી ગામના મહાકાળી માતાજીના મંદિરે આ ઘટના બની હતી. મંદિરમાં નવરાત્રિને લઈને શ્રદ્ધાળુઓની ભીડ હોય છે. મંગળવારે સવારે કલ્યાણપુર ગામના રહેવાસી 65 વર્ષીય બાબુરામ પાસવાન પણ મંદિરે પહોંચ્યા હતા. બાબુરામ પગના અસહ્યય દુખાવાથી પીડાતો હતો અને તેણે બીમારીથી કંટાળીને મહાકાળી માતાજીને જીભ કાપીને ચડાવી દીધી હતી. જીભ કાપવાને કારણે વૃદ્ધનું મોટા પ્રમાણમાં લોહી વહી ગયુ હતુ, તેને લઈને તેની હાલત બગડવા લાગી હતી.
જેવી જ આ ઘટનાની જાણ થઈ અને મોટી સંખ્યામાં લોકો મંદિરે ભેગા થઈ ગયા હતા. ગ્રામજનોએ વૃદ્ધની હાલત નાજુક જોતા પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર પછી જિલ્લા હોસ્પિટલમાં વૃદ્ધને ખસેડ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, વૃદ્ધ હાલ ખતરામાંથી બહાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર