Home /News /national-international /પપ્પા મને અહીંથી લઈ જાવ આ લોકો મારી નાખશે, દહેજમાં ભેંસ અને સોનાની વીંટી ન મળતા વહુને પતાવી દીધી

પપ્પા મને અહીંથી લઈ જાવ આ લોકો મારી નાખશે, દહેજમાં ભેંસ અને સોનાની વીંટી ન મળતા વહુને પતાવી દીધી

દહેજ ન આપ્યો તો ઘરની વહુને પતાવી દીધી

મૃતકની માતાએ જણાવ્યું છે કે, તેમની દીકરી ઉષાના લગ્ન 15 જૂન 2020ના રોજ મમરેજપુર ગામના રહેવાસી કમલેશ કુમાર સાથે થયા હતા. તેમણે પોતાની હેસિયત અનુસાર, દાન દહેજ આપીને દીકરીની વિદાય કરી હતી.

    ફતેહપુર: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં દહેજના લોભીયાઓએ એક વિવાહીત મહિલાને મારી મારીને પતાવી દીધી હતી. પિયરવાળાઓનો આરોપ છે કે, દહેજમાં ભેંસ અને એક સોનાની વીંટી તથા રોકડા રુપિયાની માગ પુરી કરી શક્યા નહીં તો, દીકરનીની હત્યા કરી લાશને ફાંસીએ લટકાવી દીધી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરતા પતિ, સાસુ, જેઠ સહિત ચાર લોકો વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. આ ઘટના જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મમરેજપુર ગામની છે.

    આ પણ વાંચો: દહેજના દાનવોનો પરિણીતાને ત્રાસ, પતિએ કહ્યુ  ‘તારા ભિખારી બાપને કહેજે 20 લાખ આપે!’

    મૃતકની માતાએ જણાવ્યું છે કે, તેમની દીકરી ઉષાના લગ્ન 15 જૂન 2020ના રોજ મમરેજપુર ગામના રહેવાસી કમલેશ કુમાર સાથે થયા હતા. તેમણે પોતાની હેસિયત અનુસાર, દાન દહેજ આપીને દીકરીની વિદાય કરી હતી. લગ્નના થોડા દિવસ બાદ સાસરિયાવાળાઓએ ભેંસ, વીંટી અને રોકડની માગ કરવા લાગ્યા હતા. પિયર પક્ષની હાલત ઠીક નહીં હોવાના કારણે તેમની માગ પુરી કરી શક્યા નહીં. જેના કારણે દીકરીના સાસરિયાવાળાઓ રોજ તેની સાથે મારપીટ કરવા રહેતા. સવારે દીકરીએ મને ફોન કરીને જણાવ્યું કે, દારુના નશામાં પતિ દરરોજ મારે છે. સાસુ અને જેઠ પણ મારે છે. આ લોકો મને જાનથી મારી નાખશે. ફટાફટ મને અહીંથી લઈ જાવ. ત્યાર બાદ દીકરીનો ફોન કટ થઈ ગયો અને સાંજ સુધીમાં તો મોતના સમાચાર આવી ગયા.

    પતિ સહિત ચાર લોકો પર કેસ નોંધાયો


    મૃતકની માતાનો આરોપ છે કે, સાસરિયાવાળાઓ દિકરીની હત્યા કરી લાશને ફાંસીએ લટકાવી દીધી. તો વળી પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પર સાસુ, જેઠ સહિત ચાર લોકો વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ કર્યો છે, જે અંતર્ગત પોલીસે તપાસ શરુ કરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Dowry case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन