Home /News /national-international /Live-inમાં રહેતી યુવતીએ પોતાના ગળામાં જ બ્લેડ મારી દીધી, થઈ લોહીથી લથબથ, હાલત નાજુક

Live-inમાં રહેતી યુવતીએ પોતાના ગળામાં જ બ્લેડ મારી દીધી, થઈ લોહીથી લથબથ, હાલત નાજુક

યુવતીએ જાતે ગળામાં બ્લેડ મારી દીધી

કુલદીપ સાથે છોકરાના પ્રેમ સંબંધમાં હતી અને તે છોકરા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. છોકરો બે-ત્રણ દિવસથી યુવતીને મળવા આવતો ન હતો

ફતેહાબાદ : હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીએ પોતાના જ ગળા પર ધારદાર બ્લેડ વડે હુમલો કર્યો હતો. બે દિવસથી પોતાનો પ્રેમી ન મળતાં યુવતી નારાજ થઈ ગઈ હતી. યુવતીની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને હિસાર રિફર કરી છે. યુવતીની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

મામલા અનુસાર, યુવતી હરનમસિંહ કોલોનીમાં રહેતા અને કુલદીપ સાથે છોકરાના પ્રેમ સંબંધમાં હતી અને તે છોકરા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. છોકરો બે-ત્રણ દિવસથી યુવતીને મળવા આવતો ન હતો, જેના કારણે તેણે છોકરાના ઘરે પહોંચી કુલદીપને બુમો પાડી અને દરવાજો પણ ખટખટાવ્યો. જ્યારે તેણે જોયું કે ઘરે કોઈ નથી, તો તેણે પોતાની જાતે ગળા પર ઘા કરી દીધા.

આ પણ વાંચોછોટે મુરારી બાપુ સામે ગંભીર આક્ષેપો, પત્નીએ ખોલી કથાકારની પોલ? લગાવ્યા ગંભીર આરોપો

નજીકમાં રહેતા લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદ યુવતીને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. યુવતીની હાલત ગંભીર જણાતા તેને હિસારની એગ્રોહા મેડિકલ કોલેજમાં રિફર કરાઈ છે. પ્રત્યક્ષદર્શી મૌલા વસીએ જણાવ્યું કે, યુવતી કુલદીપના ઘરે આવીને તેને પોકારી રહી હતી. જ્યારે છોકરો ઘરે ન મળ્યો તો યુવતીએ જાતે જ તેના ગળા પર બ્લેડ મારી દીધું હતી અને જેની જાણ પોલીસને કરવામાં આવી છે.

યુવતીએ પોલીસને જણાવી આપવીતી

ફતેહાબાદ શહેર પોલીસ મથકના ઇન્ચાર્જ જગદીશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, તેમને બાતમી મળી હતી કે, યુવતીએ હરનમસિંહ કોલોનીમાં પોતાના ગળા પર બ્લેડ મારી દીધી છે, જેની જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો - BIG લૂંટ: મણપ્પુરમ ગોલ્ડ લોનની બ્રાંચમાં 18 કિલો Gold સહિત 9 કરોડની લૂંટ, પોલીસ વિભાગમાં ખળભળાટ

સિટી પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે, યુવતીએ નિવેદન આપ્યું હતું કે તે એક છોકરા સાથે લિવ-ઇન રિલેશનશિપ રહેતી હતી અને છોકરો કુલદીપ બે-ત્રણ દિવસથી તેને મળવા આવ્યો નથી. તેને ડરાવવા માટે, યુવતીએ જાતે જ તેના ગળા પર બ્લેડ મારી દીધી હતી. ત્યારે, યુવતીએ કહ્યું કે, હું કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવા માંગતી નથી.
First published:

Tags: Crime news, Haryana News, Haryana police, Live in relationship

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો