Home /News /national-international /અફીણ ખાઈને 100 મહિલાઓની જિંદગી બરબાદ કરનારા જલેબી બાબાને થશે મોટી સજા

અફીણ ખાઈને 100 મહિલાઓની જિંદગી બરબાદ કરનારા જલેબી બાબાને થશે મોટી સજા

Jalebi Baba Rape Case

તંત્ર-મંત્રના નામ પર મહિલાઓની સાથે દુષ્કર્મ કરનારા જલેબી બાબા ઉર્ફ અમરપુરીને હવે 9 જાન્યુઆરીએ સજા સંભળાવવમાં આવશે.

    ફતેહાબાદ: તંત્ર-મંત્રના નામ પર મહિલાઓની સાથે દુષ્કર્મ કરનારા જલેબી બાબા ઉર્ફ અમરપુરીને હવે 9 જાન્યુઆરીએ સજા સંભળાવવમાં આવશે. શનિવારે સજા જાહેર થવાની હતી, પણ મામલો બે દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે. ફાસ્ટ ટ્રેકે તેને 5 જૂલાઈએ દોષિત ઠેરવ્યો હતો અને શનિવારે સજા સંભળાવવાની જાહેરાત કરી હતી. દોષિ અમરપુરીને કોર્ટમાં રજૂ કરવામાં આ્યો હતો, જ્યાં તેની સજા 9 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી.

    હકીકતમાં જૂલાઈ 2018માં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જલેબી બાબા ઉર્ફ અમરપુરી એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવતો દેખાઈ રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ આરોપીની વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી, તેના અલગ અલગ ઠેકાણ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા, જ્યાંથી ઢગલાબંધ અશ્લીલ સીડી અને નશીલા પદાર્થ જપ્ત થયા હાત. પોલીસે આ મામલામાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ મામલાની સુનાવણી કરતા 5 જાન્યુઆરીના રોજ અમરપુરી ઉર્ફ જલેબી બાબાને દોષિત ઠેરવ્યો હતો અને 7 જાન્યુઆરીએ સજા સંભળાવવાની તારીખ નક્કી કરી હતી. પણ કોર્ટે હવે 9 જાન્યુઆરીએ સજાની જાહેરાત કરશે. જલેબી બાબ હરિયાણાના ટોહાનામાં રહેતો હતો અને અહીં જલેબીની લારી લગાવતો હતો. બાદમાં તેણે તંત્રમંત્રનો ધંધો શરુ કર્યો અને મહિલાઓને જાળમાં ફસાવીને તેની સાથે ગંદા કામ કરતો રહેતો હતો.

    દુષ્કર્મી જલેબી બાબા વિરુદ્ધ ફતેહાબાદની સેશન કોર્ટમાં જ નહીં પણ ટોહાનાની કોર્ટમાં પણ એનડીપીએસ એક્ટનો કેસ નોંધાયેલ છે. જ્યારે બાબાના આશ્રમમાં તેના રુમની તપાસ કરવામાં આવી તો, ત્યાંથી અફીણ અને ચરસ ગાંજો પણ ઝડપાયો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन