Home /News /national-international /બાબાનું બાળત્કારીનામું! તંત્ર-મંત્રના નામે 100થી વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો, 9 જાન્યુઆરીએ સંભળાવાશે સજા
બાબાનું બાળત્કારીનામું! તંત્ર-મંત્રના નામે 100થી વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો, 9 જાન્યુઆરીએ સંભળાવાશે સજા
બાબા બન્યા બાળત્કારી!(પ્રતિકાત્મક તસવીર)
Jalebi Baba Rape Case: બળાત્કારી જલેબી બાબા વિરુદ્ધ NDPS એક્ટનો કેસ ફતેહાબાદની સેશન કોર્ટમાં જ નહીં પરંતુ ટોહાનાની કોર્ટમાં પણ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ, જ્યારે બાબાના આશ્રમમાં તેના રૂમની તપાસ કરવામાં આવી તો ત્યાંથી અફીણ મળી આવ્યું હતું.
ફતેહાબાદ: તંત્ર-મંત્રના નામે મહિલાઓ પર બળાત્કાર કરનાર જલેબી બાબા ઉર્ફે અમરપુરીને હવે 9 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. સજાની જાહેરાત શનિવારે થવાની હતી, પરંતુ મામલો બે દિવસ માટે ટાળી દેવામાં આવ્યો હતો. ફાસ્ટ ટ્રેકે તેને 5 જુલાઈએ દોષિત ઠેરવ્યો અને શનિવારે સજાની જાહેરાત માટેની સુનાવણી ટાળી હતી.
જણાવી દઈએ કે, દોષિત અમરપુરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેની સજા 9 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. હવે આ કેસમાં 9 જાન્યુઆરીએ તેની સજા અંગે બંને પક્ષો તરફથી દલીલો રજૂ કરવામાં આવશે. જે બાદ માનનીય કોર્ટ સજાની જાહેરાત કરશે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2018 માં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જલેબી બાબા ઉર્ફે અમરપુરી એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતો જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના ઠેકાણાની તલાશી દરમિયાન ત્યાંથી ડઝનબંધ અશ્લીલ સીડીઓ અને નશીલા પદાર્થો મળી આવ્યા હતા. પોલીસે આ કેસમાં કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અમરપુરી ઉર્ફે જલેબી બાબાને 5 જાન્યુઆરીએ દોષિત ઠેરવ્યો હતો અને 7 જાન્યુઆરીએ સજાની તારીખ નક્કી કરી હતી, પરંતુ આજે કોર્ટે સજાની જાહેરાત 9 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. તમને જણાવી દઈએ કે, અમરપુરી ઉર્ફે જલેબી બાબા હરિયાણાના ટોહાનામાં રહેતો હતો અને અહીં જલેબીનો ફેરિયા કરતો હતો. બાદમાં તેણે તંત્ર મંત્રનો ધંધો શરૂ કર્યો અને બાબા બનીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી દીધી હતી.
બળાત્કારી જલેબી બાબા વિરુદ્ધ NDPS એક્ટનો કેસ ફતેહાબાદની સેશન કોર્ટમાં જ નહીં પરંતુ ટોહાનાની કોર્ટમાં પણ નોંધવામાં આવ્યો છે. જ્યારે બાબાના આશ્રમમાં તેના રૂમની તપાસ કરવામાં આવી તો ત્યાંથી અફીણ મળી આવ્યું છે. આ મામલામાં ટોહાનામાં બાબા વિરુદ્ધ NDPS એક્ટનો કેસ નોંધવામાં આવ્યો હતો.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર