FASTag Collection: ફાસ્ટેગથી સરકારને રેકોર્ડ કમાણી, એક દિવસમાં આવ્યા 100 કરોડ

મફતમાં ફાસ્ટેગ નહીં: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કહ્યુ છે કે, 1 માર્ચથી ગ્રાહકોને ટોલ પ્લાઝા પરથી FASTag ખરીદવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. હકીકતમાં ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે અત્યારસુધી ટોલ પ્લાઝા પર ફ્રીમાં FASTag આપવામાં આવતું હતું. (Shutterstock)

15 ફેબ્રુઆરીની અડધી રાતથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી વેરાની ચૂકવણી ફરજિયાત કરી દેવામાં આવી છે, ફાસ્ટેગથી વેરાની ઉઘરાણીમાં સતત વધારો જોવા મળ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: 15 ફેબ્રુઆરીની અડધી રાતથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National highways) પરથી પસાર થતા તમામ વાહનો માટે ફાસ્ટેગ (FASTag) ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ફાસ્ટેગથી સરકારની કમાણી (FASTag collection)એ રેકોર્ડ તોડી દીધો છે. નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (National highway authority of India) એટલે કે એનઅચએઆઈ (NHAI)એ એક નિવેદનમાં કહ્યું છે કે ફાસ્ટેગથી દરરોજનું કલેક્શન આશરે 104 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે.

  એનએચએઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે આ અઠવાડિયા દરમિયાન ટોલ કલેક્શન 100 કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું. 25 ફેબ્રુઆરીના રોજ ફાસ્ટેગથી 64.5 લાખથી વધારે ટ્રાન્ઝેક્શન થયા હતા. આ દિવસે સૌથી વધારે 103.94 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું હતું.

  ફરજિયાત ફાસ્ટેગને પડકારતી અરજીની સુનાવની કરવાનો સુપ્રીમનો ઇન્કાર

  બીજી તરફ સુપ્રીમ કોર્ટે તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર શુક્રવારે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યમની ત્રણ જજની ખંડપીઠે અરજીકર્તાને કહ્યું કે, તેઓ દિલ્હી હાઇકોર્ટમાં જાય. કોર્ટે અરજીકર્તાને અરજી પરત ખેંચવાની પરવાનગી આપી દીધી છે.

  15 ફેબ્રુઆરીની અડધી રાતથી ફાસ્ટેગ ફરજિયાત

  નોંધનીય છે કે સરકારે 15મી ફેબ્રુઆરીની અડધી રાતથી ફાસ્ટેગ ફરજિયાત કરી દીધું છે. જે વાહન પર ફાસ્ટેગ ન હોય તેણે ઇલેક્ટ્રોનિક ટોલ પ્લાઝા ખાતે બેગણી રકમ ચૂકવવી પડશે.

  આ પણ વાંચો: અમદાવાદની યુવતીનો હસતા મોઢે આપઘાત! માતાપિતા સાથે અંતિમ વાતચીતનો ધ્રુજાવી દેતો ઓડિયો આવ્યો સામે

  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2019માં ફાસ્ટેગની શરૂઆત કરી હતી. જે બાદમાં ફાસ્ટેગ ફરજિયાત કરવાની વારંવાર ઔપચારિક જાહેરાત કરી હતી. આ માટે અનેક વખત મુદત પણ વધારવામાં આવી હતી. છેલ્લા ગત મહિને દોઢ મહિનાની છૂટછાટ આપી હતી. જેની મુદત 15મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના 12.00 વાગે પૂર્ણ થતી હતી. જે બાદમાં મુદતમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

  આ પણ વાંચો: અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!

  FASTag કેવી રીતે મેળવી શકાય?

  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આપ ફાસ્ટેગને બેંક અને પેટ્રોલ પંપ પરથી પણ ખરીદી શકો છો. બેંકથી ફાસ્ટેગ ખરીદતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે જે બેંકમાં આપનું ખાતું છે તે જ બેંકથી તમે ફાસ્ટેગ ખરીદો.

  કેટલામાં મળશે FASTag?

  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર તમે ફાસ્ટેગને કોઈ પણ બેંકથી 200 રૂપિયામાં ખરીદી શકો છો. બીજી તરફ તમે ફાસ્ટેગને ઓછામાં ઓછા 100 રૂપિયાથી રિચાર્જ કરાવી શકો છો. સરકારે બેંક અને પેમેન્ટ વોલેટને રિચાર્જ પર પોતાના તરફથી કેટલાક વધારાના ચાર્જ લગાવવાની છૂટ આપી છે.

  ફાસ્ટેગ માટે કયા દસ્તાવેજો જોઈએ?

  ફાસ્ટેગ ખરીદવા માટે આપને ડ્રાઇવિંગ લાઇસન્સની ફોટો કોપી અને પોતાના વાહનનો રજિસ્ટ્રેશન નંબર જોઈશે. બીજી તરફ તમે ફોટો આઇડી તરીકે આધાર કાર્ડ અને પાસપોર્ટ કે પેન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published: