ફરૂખાબાદ : 23 બાળકોને બંધક બનાવનારા બદમાશની પત્નીને ભીડે ઈંટ-પથ્થરો ફટકારી મારી નાખી

આરોપીએ ફાયરિંગ કરતાં આક્રોશિત ભીડે ભાગવાનો પ્રયાસ કરી રહેલી આરોપીની પત્નીને ઉતારી મોતને ઘાટ

આરોપીએ ફાયરિંગ કરતાં આક્રોશિત ભીડે ભાગવાનો પ્રયાસ કરી રહેલી આરોપીની પત્નીને ઉતારી મોતને ઘાટ

 • Share this:
  ફરૂખાબાદ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ફરુખાબાદ (Farrukhabad)ના બંધક સંકટને ઉત્તર પ્રદેશ એ સફળતાપૂર્વક પાર પાડી દીધું છે અને બંધક બનાવનારા માથાભારે સુભાષ બાથમને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બીજી તરફ, ગામ લોકો બેફામ માર મારતાં ઘાયલ થયેલી તેની પત્ની રુબીનું સારવાર દરમિયાન મોત થયું છે.

  કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે પોલીસ એન્કાઉન્ટર વખતે મહિલાએ (આરોપીની પત્ની) ભાગવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેના પતિ (આરોપી)એ ગોળી ચલાવી તો આક્રોશિત ગામના લોકોએ મહિલાને ઈંટ-પથ્થરોથી મારવાનું શરૂ કરી દીધું. મહિલા તેમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ તેના માથા પરથી લોહી વહી રહ્યું હતું.  મોહિત અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, ઘાયલ મહિલાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેને તાત્કાલીક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ સારવાર દરિમયાન તેનું મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થશે કે મહિલાનું મોત કેવી રીતે થયું છે.

  આરોપીની પત્ની રૂબી ગંભીર રીતે ઘાયલ થતાં હૉસ્પિટલમાં મોત થયું.


  નોંધનીય છે કે, આરોપી સુભાષ બાથમે ગુરુવારે બપોરે મોહલ્લાના 23 બાળકોને પોતાના ઘરે બર્થડે પાર્ટીનું બહાનું કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ તેણે તે તમામ બાળકોને બંધક બનાવી દીધા હતા. આરોપી સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે ફાયરિંગ કરી દીધું. ત્યારબાદ પોલીસ ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં સુભાષ બોથમ ઠાર મરાયો હતો.

  બીજી તરફ, ડીજીપી ઓપી સિંહે ઑપરેશનને સફળતાપૂર્વક ખતમ થવાની જાણકારી આપતાં કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ 23 બાળકોને બચાવનારી ઉત્તર પ્રદેશ પોલીસની ટીમને 10 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે આ ઑપરેશનને આઈજી રેન્જ કાનપુર અને ડીએમ તથા એસપીના નેતૃત્વમાં પૂરું પાડવામાં આવ્યું છે. માર્યા ગયેલા આરોપી સુભાષ બાથમ પર વર્ષ 2001માં ગામની એક વ્યક્તિની હત્યાનો આરોપ હતો. હત્યાના આ મામલામાં હાલ તે જામીન પર જેલથી બહાર આવ્યો હતો.

  આ પણ વાંચો, ફરૂખાબાદ : બંધક બનાવેલા તમામ 23 બાળકો મુક્ત, બદમાશ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
  Published by:Mrunal Bhojak
  First published: