ફરૂખાબાદ : બંધક બનાવેલા તમામ 23 બાળકો મુક્ત, બદમાશ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

ફરૂખાબાદ : બંધક બનાવેલા તમામ 23 બાળકો મુક્ત, બદમાશ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
દીકરીના બર્થડેની બહાનું કરીને બાળકોને ઘરે બોલાવી બંધક બનાવી દીધા, પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

દીકરીના બર્થડેની બહાનું કરીને બાળકોને ઘરે બોલાવી બંધક બનાવી દીધા, પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

 • Share this:
  ફરૂખાબાદ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ફરૂખાબાદ (Farrukhabad)માં બંધક બનાવેલા તમામ 23 બાળકોને સકુશળ મુક્ત કરાવી દેવામાં આવ્યા છે. 11 કલાક સુધી ચાલેલા આ હાઇ વોલ્ટેજ ડ્રામાનો અંત માથાફારેના મોત સાથે થયો. મળતી માહિતી મુજબ આરોપી અને પોલીસની વચ્ચે લાંબા સમય સુધી એન્કાઉન્ટર ચાલ્યું. ત્યારબાદ આરોપીને ઠાર મારવામાં આવ્યો. તમામ બાળકોની મેડિકલ તપાસ કરાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. તમામ બાળકો સુરક્ષિત બચી જતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ ઓપરેશનને સફળ બનાવનારી પોલીસ ટીમને 10 લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આરોપીએ મોહલ્લાના 23 બાળકોને ઘરમાં બર્થડે પાર્ટીનું બહાનું કાઢીને બોલાવ્યા હતા, ત્યારબાદ તેમને બંધક બનાવી દીધા હતા. આરોપી સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે ફાયરિંગ કર્યું, ત્યારબાદ પોલીસ ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

  અધિક મુખ્ય સચિવ ગૃહ અવીનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે તમામ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ઘરની અંદર બાળકોને બંધક કર્યા હોવાના કારણે ઓપરેશનમાં વધુ સમય લાગ્યો. તમા બાળકો બિલકુલ સુરક્ષિત છે. પોલીસે એન્કાઉન્ટર બાદ આરોપી સુભાષ બાથમને ઠાર માર્યો છે. તેઓએ જણાવ્યું કે અમને ખુશી છે કે આ ઓપરેશનને સફળતાપૂર્વક પૂરી કરી લેવામાં આવ્યું.

  માથાભારે યુવકે ડીએમની સમક્ષ રજૂ કરી હતી પોતાની ડિમાન્ડ

  માથાભારે યુવકે ડીએમને આપવામાં આવેલી માંગણી પત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર ન મળવા અને શૌચાલય ન બનાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. બદમાશે આ પત્રમાં ગ્રામ પ્રધાન સહિત સચિવ અને ડીએમને તેના માટે દોષી ઠેરવ્યા હતા. મળતી માહિતી મુજબ માથાભારે વ્યક્તિએ પોતાની માંગ સાથે જોડાયેલો પત્ર ઘરની બહાર ફેંક્યો હતો, જેને જિલ્લાધિકારીને આપવામાં આવ્યો હતો.

  એક વર્ષ પહેલા જ જામીન પર બહાર આવ્યો હતો

  સુભાષ બાથમે બે વર્ષ પહેલા પોતાના માસાની હત્યા કરી દીધી હતી. એક વર્ષ પહેલા તે જામીન પર છૂટીને આવ્યો હોત. તેની 10 વર્ષની એક દીકરી પણ છે. ગુરુવાર બપોરે તેણે પોતાની દીકરીના જન્મદિવસના બહાને ગામના બાળકોને ઘરે બોલાવ્યા હતા. બાળકો બપોરે 2:30 વાગ્યે ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેણે ઘર અંદરથી બંધ કરી દીધું હતું. લગભગ 4:30 વાગ્યે એક મહિલા પોતાના બાળકોને લેવા માટે સુભાષનના ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે અંદર બાળકો કેદ છે. તેની સૂચના તાત્કાલીક પોલીસને આપવામાં આવી હતી.

  આ પણ વાંચો, જામિયા નગર ફાયરિંગ પર અમિત શાહે કહ્યું - આવી ઘટના સહન નહીં કરીએ, સખત કાર્યવાહી કરીશું
  Published by:Mrunal Bhojak
  First published:January 31, 2020, 07:29 am

  ટૉપ ન્યૂઝ