CRPFના 40 જવાન શહીદ થયા તેના વિશે પણ મને આશંકા છે: ફારૂક અબ્દુલ્લા

ફારૂક અબ્દુલ્લાની ફાઇલ તસવીર

અબ્દુલ્લાએ પુલવામામાં સીઆરપીએફના 40 જવાનોની શહાદત ઉપર પણ આશંકા વ્યક્ત કરી

  • Share this:
    નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અબ્દુલ્લાએ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાનોની શહાદત ઉપર પણ શંકા વ્યક્ત કરી છે.

    સમાચાર એજન્સી એએનઆઈ તરફથી જાહેર વીડિયોમાં અબ્દુલ્લાએ કહ્યું કે, કેટલા સિપાહી હિન્દુસ્તાનના શહીદ થયા છત્તીસગઢમાં? શું ક્યારેય મોદીજી ત્યાં ગયા તેમને ફૂલ ચઢાવવા માટે..? ક્યારેય તેમના પરવિારોને હમદર્દી વ્યક્ત કરી? કે જેટલા સિપાહી ત્યાં માર્યા ગયા તેમના વિશે કંઈ કહ્યું? જે 40 લોકો સીઆરપીએફના શહીદ થઈ ગયા, તેની ઉપર પણ મને આશંકા છે.

    અબ્દુલ્લાએ કહ્યું કે, તે મિસાઇલ જે સેટેલાઇટ તોડવા માટે છોડી તે મનમોહન સિંહે તૈયાર કરાવી હતી...આજે ઇલેક્શન છે, દેખાડવા માટે હનુમાનજી તશરીફ લાવ્યા છે...તેમણે બટન દબાવ્યું. 1 બટન ખોટું દબાઈ ગયું અને હેલીકોપ્ટર ક્રેશ થયું, આપણા 6 જવાન શહીદ થઈ ગયા.

    આ પહેલા ફારૂક અબદુલ્લાએ પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર બીજેપીની નેતૃત્વવાળી મોદી સરકારના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ પીએમ મોદી ઉપર પણ હુમલો કર્યો હતો.

    આ પણ વાંચો, મિશન શક્તિ' પરીક્ષણની પેન્ટાગોને જાસૂસી કરી હતી? USએ આપ્યો આ જવાબ

    ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે આજે કોઈ રામ મંદિરની વાત નથી કરી રહ્યું. બાલાકોટમાં એર સ્ટ્રાઇક પહેલા મંદિર, મંદિર... આજે રામની વાત કોણ કરી રહ્યું છે? આજે તેઓ (બીજેપી) જનતાને કહી રહ્યા છે કે અહીં એક એવી વ્યક્તિ (પીએમ મોદી) હનુમાન જેવા છે જે પાકિસ્તાનને મારી શકે છે. શું તેઓએ પાકિસ્તાનને માર્યું છે? હું એવું નથી માનતો.

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જો બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 300 લોકો માર્યા ગયા છે તો શું તેની પર આંતરરાષ્ટ્રીય બૂમાબૂમ નહીં થાય? જો કોઈ સવાલ કરે છે તો તે પાકિસ્તાની છે, એન્ટી નેશનલ છે.
    Published by:Mrunal Bhojak
    First published: