ન્યૂઝ18 ગુજરાતી: અયોધ્યા વિવાદ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ત્રણ જજોની બેન્ચની રચના કરી 10 જાન્યુઆરીથી સુનાવણીની જાહેરાત કરી. ત્યારબાદ સમગ્ર મામલે પ્રતિક્રિયા પણ આવવા લાગી છે. જેમાં સૌથી વુધ ચોંકાવનારું નિવેદન નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારૂક અબ્દુલ્લા તરફથી આવ્યું છે. અબ્દુલ્લાએ કહ્યું કે, આ મામલે ચર્ચા થવી જોઈએ અને તેનું સમાધાન શોધવું જોઈએ. તેઓએ કહ્યું કે, આ મામલામાં કોર્ટમાં લાવવાની જરૂર શું છે? મને પૂરો વિશ્વાસ છે કે, વાતચીત દ્વારા તેને ઉકેલી શકાય છે.
અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે, ભગવાન રામ માત્ર હિન્દુઓના નથી, તે સમગ્ર દુનિયાના છે. તેઓએ વધુમાં કહ્યું કે, ભગવાન રામ સાથે કોઈને વેર નથી અને હોવું પણ ન જોઈએ. પ્રયાસ કરવો જોઈએ મામલાને ઉકેલવાનો અને બનાવવાનું. જે દિવસે આ થઈ જશે, હું પણ એક પથ્થર લગાવવા જઈશ. સમાધાન જલ્દી થવું જોઈએ.
Farooq Abdullah: This(Ayodhya) issue should be discussed and sorted out across the table between people. Why to drag the issue to the Court? I am sure it can be resolved through dialogue. Lord Ram belongs to the whole world, not just Hindus. pic.twitter.com/XDOCXNCDER
આ દરમિયાન અબ્દુલ્લાએ ભાજપ ઉપર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે, ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં કંઈ પણ નથી કર્યું. તેઓએ કહ્યું કે, મંદિર બનાવવાથી ભાજપને કોઈ સંબંધ નથી. આ લોકો માત્ર ખુરશી પર બેસવા માટે મંદિરની વાત ઉઠાવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર