Home /News /national-international /ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- 'જો અમે ચૂંટણી જીત્યા તો જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા અપાવીશું'

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- 'જો અમે ચૂંટણી જીત્યા તો જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા અપાવીશું'

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (ફાઇલ તસવીર)

નેશનલ કોન્ફ્રેંસની સરકારે 2000માં વિધાનસભામાં સ્વાયત્તતાને લઈને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ કેન્દ્રની તત્કાલીન વાજપેયી સરકારે પ્રસ્તાવને ફગાવી દીધો હતો

  ન્યૂઝ18 ગુજરાતી: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જો અલ્લાહે ઈચ્છ્યું અને અમારી સરકાર બની તો પહેલા 30 દિવસની અંદર જ અમે લોકો જમ્મુ-કાશ્મીરમાં ક્ષેત્રીય સ્વાયત્તતા પાસ કરાવી દઈશું. ફારૂક અબ્દુલ્લા વારંવાર સ્વાયત્તતાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે.

  નોંધનીય છે કે, નેશનલ કોન્ફ્રેંસની સરકારે વર્ષ 2000માં રાજ્ય વિધાનસભામાં સ્વાયત્તતાને લઈને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ કેન્દ્રની તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે તે પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

  જમ્મુ-કાશ્મીરમાં બદલાતી રાજકીય તસવીર
  જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપીા ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ કોઈ પણ પાર્ટી સરકાર રચવા માટે ગઠબંધન કરવા તૈયાર નહોતી. એવામાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું હતું. હવે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ રાજ્યપાલની તમામ લેજિસ્લેટીવ શક્તિાઓ સંસદની પાસે ચાલી ગઈ છે. એવામાં જમ્મુ-કાશ્મીરથી જોડાયેલા કોઈ પણ કાયદો બનાવવાનો અધિકાર સંસદની પાસે હશે.

  આ પણ વાંચો, ફારૂક અબ્દુલ્લાએ કહ્યું- સજ્જાદ લોનના પિતા ઘાટીમાં હિંસા માટે જવાબદાર, પાક.થી લાવ્યા હતા બંદૂક
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Farooq abdullah, J&K, Jammu and kashmir, Mehbooba mufti

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन