જમ્મુઃ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah)એ રવિવારે એક પુસ્તક વિમોચન સમારોહમાં લોકોને ખૂબ હસાવ્યા. તેઓએ કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus)એ ઘણી અજીબ સ્થિતિ ઉત્પન્ન કરી દીધી છે અને જ્યારથી આ મહામારી આવી છે ત્યારથી તેઓએ પોતાની પત્નીને કિસ પણ નથી કરી. તેની પર ત્યાં ઉપસ્થિત દર્શકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ફારૂક અબ્દુલ્લાનો આ વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.
તેઓએ કહ્યું કે, સ્થિતિ એવી છે કે કોઈ પણ હાથ મિલવતા કે ભેટવાથી પણ ડરે છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ત્યાં સુધી કે હું મારી પત્નીને કિસ પણ નથી કરી શકતો. ભેટવાનો તો સવાલ જ ઊભો નથી થતો જ્યારે દિલ એવું કરવા ઈચ્છે છે. હું આ ઈમાનદારીથી કહી રહ્યો છું.
ફારૂક અબ્દુલ્લાએ આ કાર્યક્રમમાં એવું પણ કહ્યું કે, કોરોનાની વેક્સીન આવી ગઈ છે. પરંતુ તે સમય જ કહેશે કે વેક્સીન કેટલી અસરદાર છે. ‘અલ્લાહ કરે યે બીમારી ખતમ હો જાયે.’ પરંતુ હાલમાં ડર લાગે છે કે હાથ મિલાવવાથી અને ભેટવાથી. તેની પર ત્યાં ઉપસ્થિત દર્શક હસવા લાગ્યા. તેમની આ ટિપ્પણીની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં રવિવારે કોવિડ-19 સંક્રમણના 126 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 1,23,343 થઈ ગઈ છે. સંક્રમણના નવા કેસોમાં 61 કેસ જમ્મુ ક્ષેત્રમાં અને 65 કાશ્મીર ક્ષેત્રમાં સામે આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર