ઈદની નમાઝ પઢવા ગયેલા ફારૂક અબ્દુલ્લા સાથે લોકોનો ટપલીદાવ

ફારૂક અબ્દુલ્લા

 • Share this:
  જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ અટલજીની શોક સભામાં ભારત માતા કી જય અને જય હિન્દના નારા લગાવ્યા પછી નવા વિવાદે જન્મ લીધો છે. બુધવારે કાશ્મીરની મસ્જિદમાં ઈદની નમાઝ પઢવા માટે એકત્ર થયેલા લોકોએ ફારૂક અબ્દુલ્લાનો વિરોધ કર્યો અને તેમની સાથે ધક્કામુક્કી કરીને ટપલીદાવ કર્યો હતો. આ દરમિયાન ફારૂક ચૂપચાપ બેસી રહ્યા હતા, જે પછી વિરોધ વધતાં મસ્જિદ છોડી તેમને જવું પડ્યું હતું.

  આ સમગ્ર ઘટના પર ફારૂકે કહ્યું કે, માથાં ફરેલ લોકોને જો એવું લાગે છે કે ફારૂક ગભરાઇ જશે, તો તેમની મોટી ભૂલ છે. મને ભારત માતાકી જય કહેવાથી કોઇ જ રોકી શકે નહીં.  બકરી ઈદના અવસર પર હઝરતબલ મસ્જિદમાં ફારૂક અબ્દુલા ઉપરાંત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પહેલાં જ્યારે નમાઝ શરૂ કરવામાં આવી તેનાં પહેલાં અચાનક લોકોએ જોર જોરથી અવાજ કર્યો હતો અને ફારૂક વિરૂધ્ધ નારાં લગાવ્યા હતા. જે પછી થોડી જ વારમાં ધક્કામુક્કી શરૂ અને વિરોધ વધ્યો હતો.

  ફારૂક અબ્દુલ્લા સાથે ટપલીદાવ


  તે ઉપરાંત ફારૂકના વિરોધમાં કેટલાંક લોકોએ નારાં લગાવ્યા અને કેટલાંક લોકોએ શૂઝ પણ ઉછાડ્યા હતા. તેમજ હાજર લોકોએ મસ્જિદમાંથી ફારૂકને જવા માટે પણ કહ્યું હતું.

  ફારૂકે કહ્યું કે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ વાતચીતનો સમય આવ્યો છે. તેમને સાથે જ કહ્યું કે, આ દેશ હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અને અહીં રહેતાં લોકોનો છે. અને હું કોઇનાથી પણ ગભરાવાનો નથી. જો લોકો સમજે છે કે આનથી આઝાદી મળશે તો હું તેમને કહેવા માંગુ છું કે, પહેલા બેકારી, બિમારી અને ભૂખમારાથી આઝાદી મેળવવી જોઇએ.
  Published by:Mujahid Tunvar
  First published: