નાસા અંતરિક્ષમાં છોડ ઉગાડવા માટે કરી રહ્યું છે પ્રયોગ

(તસવીર - NASA))

વધુ સમયની યાત્રામાં યાત્રિકો માટે પૃથ્વી પરથી વધુ માત્રામાં ભોજન ન મોકલી શકાય. જેથી અવકાશમાં ભોજન ઉત્પાદન કરવા માટેના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે

  • Share this:
દુનિયાના અનેક દેશ અવકાશમાં લાંબી યાત્રા કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. આ લાંબા માનવ અભિયાન માટે અનેક પ્રકારના પડકાર છે, જેમાં સૌથી મોટો પડકાર છે કે યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા. વધુ સમયની યાત્રામાં યાત્રિકો માટે પૃથ્વી પરથી વધુ માત્રામાં ભોજન ન મોકલી શકાય. જેથી અવકાશમાં ભોજન ઉત્પાદન કરવા માટેના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. નાસા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છોડ ઉગાડવા માટે અને તે સંબંધિત પ્રયોગ કરી રહ્યું છે. જેમાં એક ખાસ પ્રોજેક્ટ અંતર્ગત અંતરિક્ષમાં છોડને પાણી આપવાની સમસ્યાનું સમાધાન શોધવામાં આવી રહ્યું છે.

અંતરિક્ષ પર છોડ ઉગાડવા

વ્યક્તિના ભોજનમાં સૌથી વધુ હિસ્સો છોડમાંથી આવે છે, આ પરિસ્થિતિમાં અંતરિક્ષમાં છોડ ઉગાડવાથી અનેક પ્રકારની સમસ્યાનું સમાધાન મળી શકે છે. જોકે, અંતરિક્ષમાં છોડ ઉગાડવા સરળ નથી. ત્યાં શૂન્ય ગુરુત્વનો વધુ પ્રભાવ રહે છે અને છોડનો વિકાસ ગુરુત્વ પર વધુ નિર્ભર રહે છે. નાસા પૃથ્વીની બહાર ખેતી કરવા માટે કારગર પદ્ધતિની શોધમાં છે.

પૃથ્વીથી 200 કિમી ઉપર

નાસા અંતરિક્ષમાં છોડને પાણી અને હવા આપવા માટે કારગર પદ્ધતિ શોધી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૃથ્વીથી 200 કિમી ઉપર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ચાલી રહ્યો છે, જ્યાં શૂન્ય ગુરુત્વ વાયુમંડળ છે. નાસા એ શીખવા માંગે છે કે કેવી રીતે ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ પર વધુ સમય સુધી રહેતા યાત્રિકો માટે વધુ માત્રામાં ભોજનની વ્યવસ્થા કરી શકાય.

આ પણ વાંચો - EPFO ખાતામાં ફ્રીમાં મળે છે રૂ. 7 લાખનું વીમા કવચ, આવી રીતે મળે છે લાભ

સૌથી મોટો પડકાર છોડના મૂળ સુધી હવા પાણી પહોંચાડવાનો

નાસાએ ગ્લેન્સ પ્લાન્ટ વાયર મેનેજમેન્ટ પ્રોજેક્ટના વૈજ્ઞાનિક ટેલર હેચ જણાવે છે કે જુની શોધ અનુસાર અંતરિક્ષમાં છોડનો વિકાસ ખાદ્ય સ્ત્રોતરૂપે ખૂબ જ ફાયદાકારક રહેશે. પરંતુ તેમાં સૌથી મોટો પડકાર છોડના મૂળ સુધી હવા પાણી પહોંચાડવાનો છે.

અંતરિક્ષમાં છોડની જરૂરિયાત

અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ ન હોવાના કારણે છોડનો વિકાસ પૃથ્વી કરતા અલગ રીતે થાય છે. આ પ્રોજેક્ટમાં જીવવૈજ્ઞાનિક ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઝાડના વિકાસ માટે જરૂરિયાતને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીમે છોડને પાણી આપવા માટે છોડની બે રીતે જીવનચક્રની સ્ટડી કરી છે.

કૃત્રિમ ટેકનિક

પહેલી રીતમાં પૃથ્વી પર જે રીતે છોડનો વિકાસ કરવામાં આવે છે તે રીતે છોડને માટીમાં પાણી આપવામાં આવ્યું. બીજી રીતમાં હાઈડ્રોપોનિક્સ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો જેમાં માટીનો ઉપયોગ કરવામાં આવતો નથી અને છોડ માત્ર પાણીમાં રહે છે. રિસર્ચર્સે છોડના લાંબા સમય સુધી વિકાસ માટે એક કૃત્રિમ ટેકનિક બનાવી. તેમણે કપડા, ફોમ અને સ્પંજનો ઉપયોગથી સિમ્યૂલેટેડ છોડ બનાવ્યા જેની અન્ય ભૌતિક વિશેષતાઓની જેમ મૂળનું તંત્ર અને વાષ્પીકરણ સમાન હતી.

નાસાએ કહ્યું કે જે રીતે તેમની ટીમ વાસ્તવિક છોડનું જીવવિજ્ઞાન અંતરિક્ષના વાતાવરણના છોડ માટે મેળવવાની જરૂરિયાત નથી પડી. તે માટે સાકર અને પોષકતત્વયુક્ત ફળનું પૃથ્વી જેવા વાતાવરણનું સિમ્યુલેશન કરવામાં આવ્યું. એપ્રિલ મહિનામાં આ પ્રયોગનું અંતિમ ચરણ પૂર્ણ કરવામાં આવ્યું અને ટીમે આ પ્રયોગથી ખૂબ જ જરૂરી આંકડા એકત્ર કર્યા છે. નાસા આ પ્રયોગને ખૂબ જ કારગર માની રહ્યું છે અને ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે.
First published: