નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા સંસદના શીતકાલીન સત્રમાં (winter session of parliament)ત્રણ કૃષિ કાનૂનને રદ (Three agricultural laws repealed)કર્યા પછી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આંદોલન (kisan andolan) પરત લેવાનો નિર્ણય કર્યો છે. જોકે હજુ કિસાનોની (samyukta kisan morcha)એક બેઠક થશે જેમાં આંદોલનને ખતમ કરવાનો ઔપચારિક નિર્ણય થશે. બીજી તરફ કિસાન સંગઠનોનું કહેવું છે કે તે 11 ડિસેમ્બરથી દિલ્હીની પાંચેય સરહદોને ખાલી કરવાનું શરૂ કરાશે. તમને જણાવી દઈએ કે ગત મહિને 19 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)માફી માંગતા ત્રણેય કાનૂન પાછા લેવાની જાહેરાત કરી હતી. જોકે આમ છતા ખેડૂતો હટ્યા ન હતા.
તેમનું કહેવું હતું કે સરકાર જ્યાં સુધી સંસદમાં કાનૂનને પાછો નહીં લે ત્યાં સુધી પાછા જશે નહીં. આ પછી કિસાન આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને સહાય, તેમના પર નોંધાયેલા કેસ પાછા લેવાની માંગણી રાખી હતી. સાથે ન્યૂનતમ સમર્થન મૂલ્યના મુદ્દા પર કાનૂનની માંગણી કરી હતી. આ બાબતે સરકારે કમિટી બનાવી છે.
15 તારીખે સમીક્ષા પછી આંદોલનને ખતમ કરવાનો ઔપચારિક નિર્ણય કરવામાં આવશે. જોકે કેટલાક અન્ય ખેડૂતોએ જણાવ્યું કે તેઓ અહીંથી ચાલ્યા જશે. 11 તારીખથી બધી બોર્ડર ખાલી કરી દઇશું. અમે દિલ્હીની બોર્ડરોથી જઈ રહ્યા છીએ. MSP પર સરકાર સાથે વાત કરીશું. અમારી એક બેઠક 15 તારીખે પણ છે. મળેલી જાણકારી પ્રમાણે 13 ડિસેમ્બર બધા કિસાન નેતા સ્વર્ણ મંદિરમાં માથું નમાવવા જઈ શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો પંજાબના બધા ટોલ પ્લાઝાથી પણ હટી જશે. ટોલ પ્લાઝા પર ધરણાં 15 ડિસેમ્બરે હટાવવામાં આવશે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે 15 તારીખ પછી પંજાબના રસ્તા પર ટોલ ટેક્સ શરૂ થઇ જશે.
આ પહેલા સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે કહ્યું હતું કે તેમની લંબિત માંગણીઓને લઇને કેન્દ્રના સંશોધિત પ્રસ્તાવ પર સહમતી બની ગઈ છે અને આંદોલન માટે ભવિષ્યની રણનીતિ નક્કી કરવાને લઇને બેઠક થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર