liveLIVE NOW

Farmers Protest : રોટેશનમાં ભૂખ હડતાલ ચાલુ, ખેડૂત નેતા બોલ્યા- અમારા એજન્ડા પર થાય ચર્ચા

kisan Andolan 25th Day Live Updates: રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ કહ્યું કે, કૃષિ મંત્રી નરેન્દ્ર સિહ તોમર એક કે બે દિવસમાં પ્રદર્શનકારી સમૂહને તેમની માંગ પર વાતચીત કરી શકે છે.

 • News18 Gujarati
 • | December 21, 2020, 17:00 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: A YEAR AGO

  હાઇલાઇટ્સ

  14:18 (IST)

  એક તરફ કૃષિ કાયદાનાં વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે તો બીજી તરફ દિલ્હીમાં ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ કાયદાનાં પક્ષમાં પદયાત્રા કાઢી

  13:30 (IST)

  ખેડૂત આંદોલન થઇ રહ્યું છે તેજ, 26માં દિવસે અનશનની શરૂઆત, જુઓ PHOTOS


  13:27 (IST)

  કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂ એ ટ્વિટ કી સરકાર પર હુમલો કર્યો છે. સિદ્ધૂીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં કેટલાંક લોકો સાથે ચર્ચા કરતો નજર આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાએ લખ્યું છે કે, નવાં કાયદામાં કંઇપણ ખેડૂતોનાં હકમાં નથી આ કાયદો ફક્ત વેપારીઓને ફાયદો કરાવતો છે.

  12:3 (IST)

  દિલ્હીની અલગ અલગ બોર્ડર પર ખેડૂતોનાં ધરણા ચાલુ છે. આ વચ્ચે આજે પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ ફરી આંદોલનમાં શામેલ થશે અને ગાઝીપુર બોર્ડર પર પહોંચી શકે છે.

  12:0 (IST)

  ટિકરી બોર્ડર પર આંદોલન કરતાં ખેડૂતો 

  11:28 (IST)

  કૃષિ કાયદા વિરુદ્ધ સિંધુ બોર્ડર પર ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનનો આજે 26મો દિવસ છે. BKU પંજાબનાં સચિવ બલવંત સિંહે કહ્યું કે, 'આજથી અહીં દરરોજ 11 લોકો ભૂખ હડતાલ પર બેસસે. આ પ્રકારે અમે જણાવવાં ઇચ્છીએ છીએ કે, સરકાર અમારી માંગણી નથી માની રહી. અને અમે આ રીતે અમારી માંગણી મનાવડાવીશું.'

  11:28 (IST)

  કૃષિ કાયદા વિરુદ્ધ સિંધુ બોર્ડર પર ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનનો આજે 26મો દિવસ છે. BKU પંજાબનાં સચિવ બલવંત સિંહે કહ્યું કે, 'આજથી અહીં દરરોજ 11 લોકો ભૂખ હડતાલ પર બેસસે. આ પ્રકારે અમે જણાવવાં ઇચ્છીએ છીએ કે, સરકાર અમારી માંગણી નથી માની રહી. અને અમે આ રીતે અમારી માંગણી મનાવડાવીશું.'

  11:28 (IST)

  ભારતીય ખેડૂત યૂનિયનનાં કાર્યકર્તાઓ દ્વારા યૂપી ગેટ પર આજે લંગર ચલાવવામાં આવશે. તે માટે સામાનની વ્યવસ્થા શામલી જિલ્લાનાં 60 ગામથી થશે. સવારે 8 વાગ્યે ગામમાંથી કરિયાણું લાવવાનું શરૂ થશે. આ કરિયાણું ટ્રેક્ટર ટ્રોલીમાં રાખીને યૂપી દિલ્હી ગેટ પર ખેડૂતોની સાથે રેલીમાં જશે.

  10:53 (IST)

  આ ઉપરાંત ટિકરી, ધનસા બોર્ડર પણ ટ્રાફિક મૂવમેન્ટ માટે બંધ કરવામાં આવી છે. ઝટીકરા બોર્ડરને પગપાળા યાત્રીઓ અને ટૂ વ્હીલર માટે ખુલ્લી રાખવામાં આવી છે. ઝરોદા બોર્ડરનો એક કૈરિઝવે ખુલ્લોછે. આ ઉપરાંત દોરાલા, કાપસહેડાં, બદુસરાય, રાજોકરી NH-8, બિજવાસન, પાલમ વિહાર અને દુંનદાહેડા બોર્ડર ખુલ્લી છે.

  Farmers Protest 25th Day Live Updates: કેન્દ્રનાં નવાં કૃષિ નિયમો (Farm Law)નાં વિરોધમાં પોતાનું આંદોલનને વેગ આપતાં કિસાન યૂનિયન દ્વારા રાજમાર્ગ પર ટોલ વસૂલ નથી કરવા દઇ રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ કહ્યું કે, કૃષિ મંત્રી નરેન્દ્ર સિહ તોમર એક કે બે દિવસમાં પ્રદર્શનકારી સમૂહને તેમની માંગ પર વાતચીત કરી શકે છે.

  પંજાબ અને હરિયાણાએ ખેડૂતોને આજે શ્રદ્ધાંજલિ દિવસ ઉજવ્યો છે અને તે ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી જેમનું નિધન આંદોલન દરમિયાન થઇ ગયુ છે. ખેડૂત સંગઠનોનો દાવો છે કે, આંદોલનમાં શામેલ 30થી વધુ ખેડૂતોનું હાર્ટ એટેકથી કે સડક દુર્ધટના જેવાં અલગ અલગ કારણોથી નિધન થઇ ગયુ છે. ખેડૂતોએ થોડા સ્થાનમાં 'અરદાસ' પણ કરી છે. દિલ્હીની વિભિન્ન સીમાઓ પર હજારોની સંખ્યામાં ખેડૂતો આ ભારે ઠંડીમાં ગત ચાર અઠવાડિયાથી પ્રદર્શન કરી રહ્યાં છે. અને નવાં કષિ કાયદાને રદ્દ કરવાની માંગણી કરી રહ્યાં છે. જેમાં મોાટભાગનાં ખેડૂતો પંજાબ અને હરિયાણાનાં છે.