Tractor Rally: દિલ્હીમાં એક શખ્સનું મોત; પોલીસકર્મીઓને કચડવાના આશયથી દોડાવ્યું ટ્રેક્ટર

દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોનો દાવો- પોલીસ ફાયરિંગમાં નવનીતનું થયું મોત

દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોનો દાવો- પોલીસ ફાયરિંગમાં નવનીતનું થયું મોત

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Farmers Tractor Parade) રેલીમાં મંગળવારે જોરદાર ઘર્ષણ થયું. એક તરફ જ્યાં ખેડૂત પ્રદર્શનકારી લાલ કિલ્લા (Red Fort)ની પ્રાચીર પર ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો બીજી તરફ ITO પર એક વ્યક્તિનું કથિત રીતે પોલીસ ફાયરિંગમાં મોત થયું છે. બીજી તરફ ટ્રેક્ટરની સાથે કેટલાક પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસના જવાનોને કચડવાનો પ્રયાસ પણ કર્યો.

    ખેડૂતોના એક સમૂહે દાવો કર્યો છે કે મધ્ય દિલ્હી સ્થિત ITOમાં ખેડૂતો અને જવાનોની વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયન પોલીસના ફાયરિંગમાં ઉત્તરાખંડ નિવાસી એક વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિની ઓળખ નવનીત તરીકે થઈ છે. જોકે સમાચાર લખવા સુધી આ મામલા પર દિલ્હી પોલીસ (Delhi Police) તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

    આ પણ વાંચો, Tractor Parade: પ્રદર્શનકારી પહોંચ્યા લાલ કિલ્લે, ઝંડો ફરકાવવાનો પ્રયાસ

    બીજી તરફ ITO પર કેટલાક પ્રદર્શનકારીઓએ ટ્રેક્ટરથી પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો. એક વીડિયોમાં જોઈ શકાય છે કે બે પ્રદર્શનકારી ટ્રેક્ટરથી લગભગ સ્ટંટ કરતા જાણી જોઈને પોલીસની તરફ જાય છે અને તેમને કચડવાનો પ્રયાસ કરે છે.

    આઇટીઓ પર ટીયરગેસના શેલ છોડાયા

    નોંધનીય છે કે, આઇટીઓમાં આંદોલન કરી રહેલા ખેડૂતો અને પોલીસકર્મીઓની વચ્ચે તે સમયે ઘર્ષણ થઈ ગયું જ્યારે પ્રદર્શનકારી લુટિયન દિલ્હી ક્ષેત્ર તરફ વધવા લાગ્યા અતને તેઓએ પોતાના ટ્રેક્ટરોથી પોલીસને બસોને ક્ષતિ પહોંચાડી. પોલીસે જવાબી કાર્યવાહીમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના શેલ છોડ્યા.

    આ પણ વાંચો, રાજપથ પર રાફેલ ફાઇટર પ્લેને દર્શાવ્યું વર્ટિકલ ચાર્લી ફોર્મેશન, જાણો શું છે તેમાં ખાસ




    આઇટીઓ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો જ્યાં ખેડૂતોએ ડંડા લઈને પોલીસકર્મીઓને દોડાવ્યા અને ટ્રેક્ટરથી પોલીસના વાહનોને ટક્કર મારી. ખેડૂતોએ નિયત સમયથી પહેલા વિવિધ બોર્ડર પોઇન્ટથી પોતાની ટ્રેક્ટર પરેડ શરૂ કરી. મંજૂરી ન મળી હોવા છતાં પ્રદર્શનકારી મધ્ય દિલ્હીના આઇટીઓ પહોંચી ગયા.
    Published by:Mrunal Bhojak
    First published: