Home /News /national-international /Farmers Protest: કિસાન આંદોલન પર પૂર્ણવિરામ મૂકાશે! બુધવારે મોટી જાહેરાત થઈ શકે છે, કેસ વાપસીની માંગ

Farmers Protest: કિસાન આંદોલન પર પૂર્ણવિરામ મૂકાશે! બુધવારે મોટી જાહેરાત થઈ શકે છે, કેસ વાપસીની માંગ

આંદોલન વાપસીને લઈને કાલે મોટી જાહેરાત થઈ શકે છે. (File Pic)

Samyukt Kisan Morcha - સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતા કુલવંત સિંહ સંધુએ કહ્યું, 'અમારી લગભગ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે. કેન્દ્ર તરફથી ખેડૂતોની માંગ પર વિચાર કરતો પત્ર અમને મળી ચૂક્યો છે. આવતીકાલે આખરી નિર્ણય લેવામાં આવશે.

નવી દિલ્હી : લગભગ એક વર્ષ સુધી નવા કૃષિ કાયદા (New farm Laws)નો વિરોધ કર્યા બાદ હવે ખેડૂતોનું આંદોલન (farmers  protest)સમાપ્ત થઈ શકે છે. સંયુક્ત કિસાન મોરચા (Samyukt Kisan Morcha)ના નેતા કુલવંત સિંહ સંધુએ ( Kulwant Singh Sandhu)મંગળવારે કહ્યું, 'અમારી લગભગ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી છે. કેન્દ્ર તરફથી ખેડૂતોની (farmers)માંગ પર વિચાર કરતો પત્ર અમને મળી ચૂક્યો છે. આજે અમારી વચ્ચે સહમતિ બની છે. આવતીકાલે આખરી નિર્ણય લેવામાં આવશે.

SKM દેશના 40 ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે અને નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ તેના જ નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે. SKMએ શનિવારે સરકાર સાથે વાતચીત માટે 5 સભ્યોની પેનલની રચના કરી હતી. MSP પર કાયદાકીય ગેરંટી, મૃત ખેડૂતોના પરિવારોને વળતર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પેનલની રચના કરવામાં આવી હતી. SKMનું કહેવું છે કે કેન્દ્ર સરકારે તેમને પત્ર મોકલ્યો છે. જો કે સરકારને મોરચા તરફથી આવતીકાલે જવાબ આપવામાં આવશે. એક ખેડૂત નેતા યુદ્ધવીરે ન્યૂઝ18 ને કહ્યું, 'સરકાર દ્વારા મોકલેલા પત્ર પર અમે ચર્ચા કરી છે. આ પત્રનો જવાબ બુધવારે આપવામાં આવશે.’

ખેડૂતો પરના કેસ પાછા ખેંચવાની માંગ

તેમણે જણાવ્યું, ‘અમે સરકારની પ્રતિક્રિયાની રાહ જોઈશું. અમને સરકાર તરફથી પ્રસ્તાવ મળ્યો છે. ત્યારે હવે ખેડૂત આગેવાનોના મનમાં પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દાઓ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. જ્યાં સુધી ખેડૂતો પરના કેસ પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન પાછું ખેંચીશું નહીં.’

આ પણ વાંચો: કોણ છે Better.com ના સીઇઓ વિશાલ ગર્ગ? જેમણે એક ઝટકામાં 900 કર્મચારીઓને હાંકી કાઢ્યા

હવે સંયુક્ત કિસાન મોરચા અંતિમ નિર્ણય લેશે

સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારના પત્ર બાદ હવે સંયુક્ત કિસાન મોરચા અંતિમ નિર્ણય લેશે. SKMના એક નેતાએ કહ્યું, 'અમારી વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે.' તો MSP પર બનેલી પાંચ સભ્યોની સમિતિએ કહ્યું, 'અમે પણ સમિતિમાં SKMનું પ્રતિનિધિત્વ ઈચ્છીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે SKM નેતાઓ ખેડૂતોના પ્રતિનિધિ તરીકે સમિતિમાં હાજર રહે.’

આ પણ વાંચો: પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા, PMએ કહ્યું- સંબંધો વધારે મજબૂત થયા

કેન્દ્ર સરકારના પત્ર પર SKMમાં સર્વસંમતિ બની ચૂકી છે

સૂત્રોનું એમ પણ કહેવું છે કે કેન્દ્ર સરકારના પત્ર પર SKMમાં સર્વસંમતિ બની ચૂકી છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવમાં થોડાઘણાં મતભેદો સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં SKM દ્વારા વધુ માહિતી આપવામાં આવશે.
First published:

Tags: Farmers movement, Farmers Protest, New farm laws