'ખેડૂતોને ઠેંગો પણ મોદીએ વીમા કંપનીઓને 21 હજાર કરોડનો નફો કરાવ્યો’

News18 Gujarati
Updated: April 29, 2019, 10:53 AM IST
'ખેડૂતોને ઠેંગો પણ મોદીએ વીમા કંપનીઓને 21 હજાર કરોડનો નફો કરાવ્યો’
પ્રતિકાત્મક તસવીર

મોદી રાજમાં ખેડૂતોને પાકનાં વીમા પણ મળ્યાં નથી. વીમા કંપનીઓને 21 હજાર કરોડનો નફો કરાવી આપ્યો: કોંગ્રેસ 

  • Share this:
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકાર ખેતીનાં વિકાસમાં કશું કરી શકી નથી અને ખેડૂતોની આવક બમણી કરવા માટે હજુ 20 વર્ષની જરૂર પડશે. મોદી સરકારનાં પાંચ વર્ષ ખેડૂતો માટે અભિષાપ બની રહ્યાં.

સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં મોદીની નીતિઓને કારણે ખેડૂતોની અવદશા થઇ છે. જમીન સંપાદન કાયદાને રદ કરી દીધો.

ભાજપે 2014માં એવું વચન આપ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરીશું પણ અત્યારે હાલત એવી છે કે, ખેત પેદાશોનાં ટેકાનાં ભાવો પણ મળ્યાં નથી.

સુરજેવાલાએ એવો દાવો કર્યો કે, 2009 થી 2014નાં સમયગાળામાં 4.25 ટકા ખેતીનો વિકાસદર રહ્યો હતો. પણ મોદી સાશનનાં પાંચ વર્ષનાં ગાળામાં ખેતીનો વિકાસ દર 2.5 ટકા રહ્યો છે.

“મોદી સરકારે પોતે સ્વીકાર્યું છે કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમને હજુ બીજા 20 વર્ષની જરૂર પડશે. હકીકતમાં, મોદીએ એવુ વચન આપ્યું હતું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે.

કોંગ્રેસનાં નેતાએ એવો પણ આરોપ કર્યો કે, ખેડૂતોને ટેકાનાં ભાવ મળતા નથી. ખેડૂતોને ખર્ચ કરતા વધુ ભાવ મળતા પણ નથી. ડાંગરનાં પાક માટે ટેકાના ભાવ 1750 પ્રતિ ક્વિન્ટલ હતો પણ માર્કેટમાં ખેડૂતો ડાંગર 1600 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ વેચવા મજબૂર હતા.કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો કે, મોદી રાજમાં ખેડૂતોને પાકનાં વીમા પણ મળ્યાં નથી. વીમા કંપનીઓને 21 હજાર કરોડનો નફો કરાવી આપ્યો.
First published: April 29, 2019, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading