Home /News /national-international /

"ઇટાલી પરત જાવ" : અમેઠી મુલાકાત દરમિયાન ખેડૂતો કર્યો રાહુલ ગાંધીનો વિરોધ

"ઇટાલી પરત જાવ" : અમેઠી મુલાકાત દરમિયાન ખેડૂતો કર્યો રાહુલ ગાંધીનો વિરોધ

રાહુલ ગાંધી અમેઠી મુલાકાત

ખેડૂતોએ અમેઠી જિલ્લાના ગૌરીગંજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને એવી માંગણી કરી હતી કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપવામાં આવેલી જમીન પરત આપવામાં આવે અથવા તેમને રોજગારી આપવામાં આવે.

    અમેઠી : રાહુલ ગાંધીના લોકસભા મત ક્ષેત્ર અમેઠીમાં બુધવારે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ખેડૂતોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ખેડૂતોએ અમેઠી જિલ્લાના ગૌરીગંજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને એવી માંગણી કરી હતી કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપવામાં આવેલી જમીન તેમને પરત આપવામાં આવે અથવા તેમને રોજગારી આપવામાં આવે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેઠીની મુલાકાત લીધી હતી.

    સંજય સિંઘ નામના એક દેખાવકારે એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "અમે રાહુલ ગાંધીથી ખૂબ દુઃખી છીએ. તેમણે ઇટાલી પરત જતા રહેવું જોઈએ. તેઓ અહીં રહેવા માટે લાયક નથી. રાહુલે અમારી જમીન ઝૂંટવી લીધી છે."

    ખેડૂતોએ સમ્રાટ સાઇકલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ફેક્ટરીનું ઉદ્ઘાટન રાજીવ ગાંધીએ કર્યું હતું. રાજીવ ગાંધી એ સમયે અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હતા.

    વર્ષ 1986 જૈન ભાઈઓએ કૌસરના ઔદ્યોગિત વિસ્તારમાં 65.57 એકર જમીન કંપની શરૂ કરવા માટે ખરીદી હતી. 2014ના વર્ષમાં આ જમીનની હરાજી કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : રાજકારણમાં પ્રવેશને લઈને 10 વર્ષમાં આવી રીતે બદલાયું પ્રિયંકા ગાંધીનું મન!

    સરકારી ચોપડે થયેલી નોંધણી પ્રમાણે ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (UPSIDC) 1986માં 65.67 એકર જમીન કંપનીને લીઝ પર આપી હતી. પરંતુ કંપની બંધ થઈ જતાં બાકી નીકળતા રૂ. 20.10 કરોડની વસૂલાત માટે વર્ષ 2014માં આ જમીનની હરાજી કરવામાં આવી હતી.

    આ જમીનની ખરીદી રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્ર્સ્ટ તરફથી રૂ. 1.50 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી!

    જોકે, બાદમાં ગૌરીગંજ એસડીએમ કોર્ટે આ હરાજીની પ્રક્રિયાને ગેરકાયદે જાહેર કરી હતી. તેમજ કોર્ટે UPSIDCને આ જમીન પરત લઈ લેવાનો આદેશ કર્યો હતો. કોર્ટના હુકમ બાદ આ જમીન સરકારી ચોપડે UPSIDCના નામે બોલે છે, પરંતુ આ જમીન પર હજી પણ રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટનો કબજો છે.

    નોંધનીય છે કે આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ રાહુલ ગાંધી પર ફાઉન્ડેશનના માધ્યમથી ખેડૂતોની જમીન હડપ કરી જવાનો આરોપ લગાવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Priyanka gandhi, Rajiv gandhi, અમેઠી`, કોંગ્રેસ, ખેડૂતો, જમીન, રાહુલ ગાંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन