નવી દિલ્હી : દિલ્હીમાં ગણતંત્ર દિવસના (Republic Day 2021) દિવસે ખેડૂતોની ટ્રેકટર પરેડમાં (Farmers Tractor Rally)થયેલી હિંસા (Delhi Violence)પછી દિલ્હી પોલીસ અને યૂપી પોલીસ પ્રશાસન ગાઝીપુર બોર્ડર (Ghazipur Border)પર હવે આકરા એક્શનમાં છે. સાંજે લગભગ 7.30 કલાકે અહીં દિલ્હી પોલીસના જિલ્લા ઉપાયુક્ત તરફથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તાજા ઘટનાક્રમમાં પોલીસ પ્રશાસન તરફથી બસો અને વજ્ર વાહન પણ લાવવામાં આવ્યા છે. જેનાથી સ્પષ્ટ સંકેત છે કે ધરણાસ્થળ પૂરી રીતે ખાલી કરાવવામાં આવી શકે છે.
કિસાન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)સાથે પ્રશાસનની ઘણા રાઉન્ડની વાત થઈ છે. જોકે રિપોર્ટ્સ છે કે રાકેશ ટિકૈત સરેંન્ડર કરશે નહીં. હાલ ત્યાં હલચલ તેજ છે. ગાજિયાબાદના એડીએમ (સિટી) શૈલેન્દ્ર સિંહે કહ્યું કે રાકેશ ટિકૈતને કાનૂન નોટિસ આપવામાં આવી છે કે રસ્તાને ખાલી કરી દે કારણ કે રસ્તાને અવરોધ કરવો કાનૂનન ખોટું છે. તેમને વિચારવાનો સમય આપ્યો છે.
શુક્રવારે મુજફ્ફરનગરમાં મહાપંચાયત થશે. બીકેયૂના પ્રધાન નરેશ ટિકૈતે મહાપંચાયત બોલાવી છે. જેમાં રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને લઈને મોટો નિર્ણય કરવામાં આવી શકે છે.
રાકેશ ટિકૈત રડતા-રડતા મીડિયાને કહ્યું કે મારા ખેડૂતોને મારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હું અહીંથી ખાલી કરીશ નહીં. અમને મારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વૈચારિક લડાઇ છે. કાનૂન પરત નહીં લેવામાં આવે તો હું આત્મહત્યા કરી લઇશ. સાંજે રાકેશ ટિકૈતે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હવે હું પાણી ત્યારે જ પીશ જ્યારે ગામમાંથી પાણી આવશે. દેશે મને ઝંડો આપ્યો પાણી પણ આપશે.
" isDesktop="true" id="1067725" >
રાજધાની દિલ્હીના સિંધૂ બોર્ડર સિવાય રાજસ્થાનના શારજહાંપુરમાં પણ ખેડૂતો સામે સૂત્રોચ્ચાર શરૂ થયા છે. અહીં 15 ગામની મહાપંચાયત ચાલી રહી છે. આ લોકો શાહજહાંપુરમાં ખેડૂતોના ધરણાનો વિરોધ કરી રહ્યા છે. હાઇવે ખાલી કરાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોને કહ્યું કે તિરંગાનું અપમાન સહન કરીશું નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર