Farmers Protest: ખેડૂતોને મનાવવા સરકાર આજે ફરી કરશે પ્રયાસ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Farmers Protest: ખેડૂતોને મનાવવા સરકાર આજે ફરી કરશે પ્રયાસ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પ્રદર્શનકારી ખેડૂતોએ સંસદનું વિશેષ સત્ર બોલાવીને ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી

પ્રદર્શનકારી ખેડૂતોએ સંસદનું વિશેષ સત્ર બોલાવીને ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી

  • Share this:
    નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ કાયદાઓનો (Central agricultural laws) વિરોધને લઈને ખેડૂતોનું આંદોલન (Farmers Agitation) વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. એક તરફ જ્યાં ખેડૂત છેલ્લા એક સપ્તાહથી સતત દિલ્હીની બોર્ડર પર એકત્ર થયેલા છે, તો બીજી તરફ દિલ્હી કૂચની તૈયારી લાગેલા ખેડૂતોને મનાવવાના સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. બે દિવસ પહેલા ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે મીટિંગ કોઈ તારણ વગરની રહી હતી. આજે ફરી એકવાર ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક મળવાની છે. સરકારનો પ્રયાસ છે કે આજની બેઠકમાં શાંતિપર્ણ રીતે તેનો ઉકેલ આવી જાય. બીજી તરફ ખેડૂતોએ સંસદનું વિશેષ સત્ર બોલાવીને ત્રણેય કાયદાને રદ કરવાની માંગ કરી છે.

    દિલ્હી બોર્ડર પર એકત્ર થયેલા હજારો ખેડૂતોએ સરકારની સાથે આજે યોજાનારી બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પત્ર લખ્યો. તેની સાથે જ સરકારને નવા કૃષિ કાયદાને નિરસ્ત કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી. આ ઉપરાંત ખેડૂતો તરફથી ખેડૂતોની એકતાને તોડવા માટે વિભાજનકારી એજન્ડમાં સામેલ નહીં થવાની પણ માંગ કરવામાં આવી. પ્રદર્શનકારી ખેડૂતોએ કહ્યું કે જો તેમની માંગોને માનવામાં નહીં આવો તો રાષ્ટ્રીય રાજધાની તરફના રસ્તાઓને અવરોધી દેવામાં આવશે.



    આ પણ જુઓ VIDEO, Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર

    પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં ખેડૂત નેતા દર્શન પાલે આરોપ લગાવ્યો કે કેન્દ્ર ખેડૂત સંગઠનોમાં ફૂટ પાડવાનું કામ કરી રહી છે, પરંતુ એવું નહીં થઈ શકે. પાલે કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂત ત્રણ કૃષિ કાયદાને પરત ન લેવાય ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખશે. તેઓએ કહ્યું કે અમે દેશભરમાં વિરોધ સ્વરૂપ 5 ડિસેમ્બરે મોદી સરકાર અને કોર્પોરેટ હાઉસિસની વિરુદ્ધ પ્રદર્શન કરીને તથા પૂતળા દહનનું આહવાન આપ્યું છે.

    આ પણ વાંચો, સરકારનો આદેશ- જમ્મુ-કાશ્મીરનો ખોટો નક્શો Wikipedia પોતાના પ્લેટફોર્મથી હટાવે

    બેઠક પહેલા ગૃહ મંત્રી અમિત શાહને મળશે પંજાબના CM અમરિંદર સિંહ

    નવા કૃષિ કાયદાને લઈ ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકારની વચ્ચે ગુરુવારે મળનારી બેઠક પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. અત્યાર સુધીની જાણકારી મુજબ, અમરિંદર સિંહ ગતિરોધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે દિલ્હીમાં અમિત શાહ સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે કૉંગ્રેસ પાર્ટી ખેડૂત આંદોલનનું પ્રારંભથી જ સમર્થન કરી રહી છે. ત્યાં સુધી કે પંજાબ સરકારે કેન્દ્રના નવા કૃષિ કાયદાને નિષ્પ્રભાવી કરવા માટે બિલ પણ પાસ કર્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 03, 2020, 07:48 am