હાલ શાંત નહી થાય ખેડૂતોનો વિરોધ! રાકેશ ટિકૈતે કહ્યું - 2024 સુધી આંદોલન કરવા માટે તૈયાર

(તસવીર - AP))

ખેડૂતો અને સરકાર વચ્ચે 8 જાન્યુઆરીએ ફરી એક વખત વાતચીત થવાની છે

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલન (Farmers Protest)જોર પકડી રહ્યું છે. ગુરુવારે ટ્રેક્ટર રેલી કાઢ્યા પછી ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ (Tractor Parade)કાઢવાની વાત કહી છે. આ સિવાય ખેડૂતોએ એ પણ ચેતવણી આપી છે કે મે 2024 સુધી આંદોલન કરવા માટે તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનો કાર્યકાળ મે 2024માં પૂરો થશે. ખેડૂતો અને સરકાર વચ્ચે 8 જાન્યુઆરીએ ફરી એક વખત વાતચીત થવાની છે.

  ગુરુવારે ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)કહ્યું કે અમે સરકારને ચેતવણી આપવા માટે રેલી કાઢી રહ્યા છીએ. 26 જાન્યુઆરીએ અમે ટ્રેક્ટરની પરેડ કાઢીશું. અમે મે, 2024 સુધી આંદોલન માટે તૈયાર છીએ. આ સિવાય જય કિસાન આંદોલનના નેતા યોગેન્દ્ર યાદવે રેલીયો દ્વારા 26 જાન્યુઆરીનો ઉલ્લેખ કર્યો હતો. સિંધૂ બોર્ડર (Singhu Border)પર યાદવે કહ્યું હતું કે આ રેલી 26 જાન્યુઆરી માટે ટ્રેલર હશે.

  આ પણ વાંચો - ઝડપથી ફરી રહી છે પૃથ્વી, 24 કલાકથી ઓછા સમયમાં લગાવી રહી છે ચક્કર, શું થશે અસર?

  ગુરુવારે યોજાયેલી ટ્રેક્ટર રેલીમાં હજારો ખેડૂતોએ ભાગ લીધો હતો. પોલીસે અંદાજ લગાવ્યો છે કે માર્ચ દરમિયાન લગભગ 2500 ટ્રેક્ટર રસ્તા પર રહ્યા હશે. સોમવારે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત થવાની છે. જોકે આ દરમિયાન પણ સમસ્યાનો કોઇ ઉકેલ નીકળી રહ્યો નથી. ખેડૂતો કૃષિ કાનૂનોને પાછા લેવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાનૂની ગેરન્ટીની માંગણી કરી રહ્યા છે.

  સુપ્રીમ કોર્ટે સરકારને ચેતવ્યા

  ખેડૂત આંદોલન (Farmers Protest)ને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટે (Supreme Couirt)ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મહામારી (Covid-19 Pandemic)ને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ખેડૂતોનું આંદોલન 2020માં દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ઉત્પન્ન થયેલી તબલીગી જમાત (Tablighi Jamaat) જેવી સ્થિતિ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સરકારને એવું પણ પૂછ્યું છે કે શું આંદોલનમાં ખેડૂતો કોરોના સંક્રમણના પ્રસારની વિરુદ્ધ તકેદારીના પગલાં રાખી રહ્યા છે કે નહીં. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એસ.એ. બોબડે (SA Bobde)ની અધ્યક્ષતાવાળી બેન્ચે ગુરુવારે સુનાવણી કરતાં કહ્યું કે દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલન સ્થળો પર કોરોના વાયરસ સંક્રમણના મામલા વધી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: