નવી દિલ્હી : ત્રણ કૃષિ કાનૂનોને (Farm Laws)રદ કરાવવાની માંગણીને લઈને અડેલા ખેડૂતોએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં આંદોલનને વધારે તેજ કરવા સર્વસંમત્તિથી નિર્ણય લેવામાં આવ્યો છે.
સંયુક્ત મોરચાએ કિસાન ટ્રેક્ટર રેલી અને દેશભરમાં ચક્કા જામ કર્યા પછી હવે 18 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી સાંજના 4 સુધી રેલ રોકો અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી હવે સરકાર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
આ સિવાય સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં ચાર મહત્વના પોઇન્ટ પર નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના બધા રોડ પર ટોલ પ્લાઝા મુક્ત કરાવવામાં આવશે.
આ સિવાય 14 ફેબ્રુઆરીએ પુલાવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાનને યાદ કરવામાં આવશે. આ માટે દેશભરમાં કેન્ડલ માર્ચમાં મશાલ જૂલુસ અને અન્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. સંયુક્ત મોરચાએ 16 ફેબ્રુઆરીએ કિસાન મસીહા સર છોટૂ રામની જયંતીના દિવસે દેશભરમાં કિસાન એકજુટતા દેખાડવાનો નિર્ણય કર્યો છે.
બીજી તરફ લોકસભામાં પીએમ મોદીએ કૃષિ સુધારો પર ભાર આપતા કહ્યું કે જ્યાં સુધી આપણે ખેતીને આધુનિક નહીં બનાવીએ ત્યાં સુધી આપણે એગ્રીકલ્ચર સેક્ટરને મજબૂત બનાવી શકીશું નહીં. આપણા ખેડૂતો ફક્ત ઘઉંની ખેતી સુધી સિમિત રહે તે વાત ઠીક નથી. જોવું પડશે કે દુનિયામાં કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. એક સમયે હરિયાણાનો એક ખેડ઼ૂત મને તેના ખેતરમાં લઈ ગયો હતો. નાની જમીન તેની પાસે હતી. તેણે મને દેખાડ્યું કે તે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલની જરૂરિયાત વાળા શાકભાજી ઉગાડે છે. તેને સારો લાભ થાય છે. આ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાની વાત છે. આ કમાલની વાત હતી
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર