Home /News /national-international /

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ કહ્યું- સ્થિતિ ચિંતાજનક

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ કહ્યું- સ્થિતિ ચિંતાજનક

Farmers Protest: જસ્ટિન ટ્રૂડોએ કહ્યું છે કે ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા કરશે

Farmers Protest: જસ્ટિન ટ્રૂડોએ કહ્યું છે કે ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા કરશે

    ટોરન્ટોઃ ભારતમાં નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. ભારતમાં ખેડૂતોના આ પ્રદર્શનને લઈ કેનેડા (Canada)ના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો (PM Justin Trudeau)એ ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિન ટ્રૂડોએ આ પ્રદર્શનની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પર ભારત સરકારને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ટ્રૂડોએ કહ્યું છે કે ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા કરશે.

    જસ્ટિન ટ્રૂડોએ કહ્યુ કે, હું ખેડૂત પ્રદર્શનને લઈ ભારતથી આવી રહેલા સમાચારો પર નજર ન કરતો તો તેના પ્રત્યે બેદરકાર જ રહેતો. સ્થિતિ ચિંતાજનક છે. અમે તમામ પરિવારો અને દોસ્તોને લઈ ચિંતિત છીએ. હું આપ સૌને યાદ અપાવી દઉં કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે વાતચીતની પ્રક્રિયા પર વિશ્વાસ રાખીએ છીએ. અમે અનેક રીતે આ સંબંધમાં ભારતીય પક્ષની સામે અમારી ચિંતાઓ વ્યક્ત કરી છે. આ આપણા સૌ માટે સાથે ઊભા રહેવાની અને એક બીજાને સાથ આપવાની ક્ષણ છે.

    આ પણ વાંચો, Farmers Protest: આ યુવા આંદોલનકારી ખેડૂતોની તાકાતનો પ્રતીક બન્યો, જાણો કારણ

    કેનેડાથી પણ પ્રદર્શનના સમર્થનન તસવીરો સામે આવી

    નોંધનીય છે કે, રવિવારે ટોરેન્ટોમાં પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શનના સમર્થનમાં લોકોએ રેલી આયોજિત કરી હતી. આ ઉપરાંત બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ધેસીએ ખેડૂતોને મારવાનો ઉલ્લેખ કરતાં ટ્વીટ કરી કહ્યું કે, હું અમારા પરિવાર અને દોસ્તો સહિત પંજાબ અને ભારતના અન્ય હિસ્સાના ખેડૂતોની સાથે ઊભો છું, જે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. લેબર પાર્ટીના જ સાંસદ જૉન મેકડૉનેલે કહ્યુ કે, હું તનમનજીત સિંધી ધેસી સાથે સહમત છું. શાંતિપૂર્ણ પ્રદર્શનકર્તાઓ વિરુદ્ધ આ પ્રકારનું દમન અસ્વીકાર્ય છે અને ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

    આ પણ જુઓ, Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર

    કેનેડાના અનેક સાંસદ-મંત્રી ખેડૂતોના સમર્થનમાં

    સેન્ટ જોન્સ ઇસ્ટથી સાંસદ જૈક હૈરિસે ટ્વીટ કરીને કહ્યું કે, નવા કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર ભારત સરકારના દમને જોઈને અમે હેરાન છીએ. આ નવા કાયદાથી તેમની આજીવિકા ખતરામાં પડી જશે. ભારત સરકારને વોટરકેનન અને ટિયરગેસનો ઉપયોગ કરવાને બદલે ખેડૂતોની સાથે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Canada, Farmers Protest, Justin trudeau, ખેડૂતો, ભારત, મોદી સરકાર

    આગામી સમાચાર